નવી દિલ્હીઃ ભારતની સૌથી લોકપ્રિય લીગ આઈપીએલની(IPL) આગામી સિઝનની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આઈપીએલ-2020(IPL-2020) માટે ગુરૂવારે કોલકાતામાં 338 ખેલાડીઓની હરાજી(Auction) થઈ હતી, જેમાં 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી પર બોલી લગાવી હતી. જેમાં 32 ખેલાડીઓને રૂ.1 કરોડથી વધુની રકમ મળી. બાકીના 30 ખેલાડીને રૂ.20 લાખથી ઉપરનો કરાર મળ્યો છે. હરાજીમાં વેચાયેલા 62 ખેલાડીમાં 29 વિદેશી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ(Pet Cummins) સૌથી મોંઘો વેચાયો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રૂ.15.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓમાં પિયુષ ચાવલાને (Piyush Chawala) સૌથી વધુ રકમ મળી છે, જેને ચેન્નઈ સુપરકિંગ્સે (CSK) 6.75 કરોડમાં ખરીદ્યો હતો. આઈપીએલ ટ્રેડ વિન્ડો અંતર્ગત આ વખતે 8 ફ્રેન્ચાઈઝી દ્વારા 73 ખેલાડીને રીલીઝ કરાયા હતા, જેમાંથી 62 ખેલાડીને ખરીદવામાં આવ્યા છે. ખેલાડીઓની હરાજીના કારણે બધી ફ્રેન્ચાઈઝી ટીમમાં ફેરફાર થઈ ગયો છે. જાણો નવી ટીમ કેવી રચાઈ છે. 


મુંબઈ ઈન્ડિયન્સ (MI) : 
રોહિત શર્મા(કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, અનમોલ પ્રિત સિંહ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, અનુકૂલ રાય, ઈશાન કિશન, ક્વિન્ટન ડી. કોક, આદિત્ય તારે, નાથન કુલ્ટર નાઈલ, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ મેકગ્લેન, રાહુલ ચાહર, મોહસિન ખાન, પ્રિન્સ બલવંત સિંહ, દિગ્વિજય દેશમુખ. 


IPL Auction 2020 : 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી ખરીદ્યા, જૂઓ સંપૂર્ણ લિસ્ટ


ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) :
એમ.એસ. ધોની(કેપ્ટન), પીયુષ ચાવલા, સેમ કરન, જોશ હેઝલવૂડ, આર.સાઈ. કિશોર, સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટ્સન, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, ફાફ ડૂ પ્લેસિસ, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, હરભજન સિંહ, ઈમરાન તાહિર, શાર્દુલ ઠાકુર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, એન. જગદીશન, મોનુ કુમાર, મિશેલ સેન્ટનર, લનગી એનગિડી, ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય. 


IPL Auction : ઓસ્ટ્રેલિયાનો દબદબો, કમિન્સ સૌથી મોંઘો, જાણો ટોપ-10માં કેટલા ભારતીય


સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) :  
કેન વિલિયમ્સન(કેપ્ટન), ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કોલ, બિલી સ્ટેનલેક, ટી. નટરાજ, અભિષેક શર્મા, શાહબાઝ નદીમ, મિશેલ માર્શ, ફેબિયન એલન, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંજય યાદવ, જોની બેરસ્ટો, ઋદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી. 


[[{"fid":"246072","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


દિલ્હી કેપિટલ્સ (DC) :  
શ્રેયસ ઐયર(કેપ્ટન), અજિંક્ય રહાણે, શિખર ધવન, જેસન રોય, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આર. અશ્વિન, માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, ઋષભ પંત, એલેક્સ કેરી, શિમરોન હેટમાયર, ઈશાંત શર્મા, અમિત મિશ્રા, આવેશ ખાન, સંદીપ લમિછાને, કેગિસો રબાડા, કીમો પોલ, મોહિત શર્મા અને લલિત યાદવ. 


વિરાટ કોહલીએ સલમાનને પછાડ્યો, ફોર્બ્સની યાદીમાં પ્રવેશનારો પ્રથમ ભારતીય ખેલાડી


કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) : 
કે.એલ. રાહુલ(કેપ્ટન), ક્રિસ ગેલ, કરુણ નાયર, સરફાઝ ખાન, મનદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, જેમ્સ નિશામ, ક્રિસ જોર્ડન, કૃષ્ણપ્તા ગૌતમ, દીપક હુડ્ડા, તેજેન્દર સિંહ ઢિલ્લોં, નિકોલસ પૂરન, પ્રભસિમરન સિંહ, શેલ્ડન કોટ્રેલ, ઈશાન પોરેલ, રવિ વિશ્નોઈ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, અર્શદીપ સિંહ, હાર્ડસ વિલ્ઝોન, એ.અશ્વિન, જે. સચિત, હરપ્રીત બ્રાર, દર્શન નિલખંડે.


IPL 2020 Auction : પ્રથમ સેશનમાં પેટ કમિન્સ, મેક્સવેલ, મોરીસ, શેલ્ડન કોટરેલ, નાથન કોલ્ટરને લાગી લોટરી


રાજસ્થાન રોયલ્સ(RR) :
સ્ટીવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજુ સેમનસ, જોસ બટલર, જોફ્રા આર્ચર, વરૂણ આરોન, મનન વોહરા, રાહુલ તેવતિયા, શશાંક સિંહ, મહિપાલ લોમરાર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપુત, મયંક માર્કન્ડેય, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસવાલ, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાય, ટોમ કુરેન, અનુજ રાવત, ડેવિડ મિલર, ઓશાને થોમસ, આકાશ સિંહ, અનિરુદ્ધ જોશી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....