વિરાટ કોહલીએ સલમાનને પછાડ્યો, ફોર્બ્સની યાદીમાં પ્રવેશનારો પ્રથમ ભારતીય ખેલાડી
વિરાટ કોહલીએ(Virat Kohli) બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોસ્ટ માટે મળતી પોસ્ટની ફીના આધારે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. વિરાટ કોહલીની(Virat Kohli) વાર્ષિક કમાણી રૂ.252.72 કરોડ છે, જે ટોચની 100 સેલિબ્રિટીની (100 celebrity) એક વર્ષની કુલ કમાણી રૂ.3,842.94 કરોડના 6.57 ટકા થાય છે.
Trending Photos
મુંબઈઃ વિરાટ કોહલી (Virat Kohli) રૂ.252.72 કરોડની વાર્ષિક કમાણી સાથે ભારતના ટોચની કમાણી કરતા સેલિબ્રિટીની(Celebrities) ફોર્બ્સની યાદીમાં(Forbes List) ટોચનું સ્થાન હાંસલ કરનારો પ્રથમ સ્પોર્ટ્સમેન(Sport Person) બન્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને રહેનારો બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan) 2019માં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
2019 ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી (2019 Forbes India Celebrity List) 100 લિસ્ટ રેન્કિંગ સેલિબ્રિટી દ્વારા તેમની ખ્યાતિના આધારે તેમને મળતા એન્ડોર્સમેન્ટ અને વ્યવસાયની આવક મળીને કુલ વાર્ષિક કમાણીના આધારે તૈયાર કરવામાં આવે છે. 1 ઓક્ટોબર, 2018થી 30 સપ્ટેમ્બર, 2019 સુધીનો સમય આ યાદી તૈયાર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.
વિરાટ કોહલી પ્રથમ સ્થાને
વિરાટ કોહલીએ(Virat Kohli) બીસીસીઆઈના(BCCI) કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ માટે મળતી પોસ્ટની ફીના આધારે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. વિરાટ કોહલીની(Virat Kohli) વાર્ષિક કમાણી રૂ.252.72 કરોડ છે, જે ટોચની 100 સેલિબ્રિટીની એક વર્ષની કુલ કમાણી રૂ.3,842.94 કરોડના 6.57 ટકા થાય છે.
અક્ષય કુમાર બીજા સ્થાને
તાજેતરમાં જ આવેલી 'હાઉસફૂલ-4', 'મિશન મંગલ' અને 'કેસરી'નો હીરો અક્ષય કુમાર(Akshay Kumar) આ યાદીમાં બીજા સ્થાને આવ્યો છે. અક્ષય કુમારની કુલ વાર્ષિક કમાણી રૂ.293.25 કરોડ છે અને તેણે કમાણી બાબતે ગયા વર્ષની સરખામણીએ 58.51 ટકાનો કૂદકો માર્યો છે.
સલમાન પહોંચ્યો ત્રીજા સ્થાને
સલમાન ખાન(Salman Khan) આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો છે.તેની કુલ વાર્ષિક કમાણી રૂ.229.25 કરોડ રહી છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાને 2019ના ટોપ-10માં સ્થાન પાછું મેળવ્યું છે. છેલ્લી ફિલ્મ 'ઝીરો' ફ્લોપ ગઈ હોવા છતાં વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના કારણે શાહરૂખની કમાણીમાં વધારો થયો છે. શાહરૂખની 2019ની કુલ વાર્ષિક કમાણી રૂ.124.38 કરોડ રહી છે, જે 2018ની યાદી કરતાં 27 ટકા ઓછી છે.
'ગલ્લી બોય'ની અભિનેત્રી આલિયા ભટ્ટે ફોર્બ્સ ઈન્ડિયા સોલિબ્રિટી 100ની ટોપ-10 યાદીમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. આલિયા ભટ્ટ સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટીની યાદીમાં 8મા ક્રમે છે. દિપીકા પાદુકોણ 10મા ક્રમે રહી છે. ટોપ-10ની યાદીમાં પ્રથમ વખત બે મહિલાઓએ પ્રવેશ કર્યો છે.
આ વખતે દક્ષિણની 13 સેલિબ્રિટીઝે ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. ટોચની 100 સેલિબ્રિટિઝની યાદીમાં તેમની કમાણીનું યોગદાન ગયા વર્ષના 11.26 ટકાની સરખામણીએ 12.57 ટકા વધ્યું છે. આ વખતે ટોપ-100ની યાદીમાં 30 મહિલાઓ છે, 2018માં મહિલાઓની સંખ્યા 18 જ હતી.
ફોર્બ્સ ઈન્ડિયાના એડિટર બ્રાયન કરવાલ્હોએ જણાવ્યું કે, "ફિલ્મ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે પુરુષોનું આ પ્રભુત્વ આ ક્ષેત્રમાં જાતિગત ભેદભાવની સાક્ષી પુરે છે. ક્રિકેટમાં કેન્દ્રીય કોન્ટ્રાક્ટની બાબતે ટોચના પુરુષ ખેલાડીઓની કમાણી 6.5 કરોડ જેટલી છે, જેની સામે મહિલાઓને ઘણું જ ઓછું વળતર મળે છે. જોકે, પરફોર્મન્સની વાત આવે છે ત્યારે તેમાં કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે