શારજહા: રાજસ્થાન રોયલ્સ (RR)  અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલ (IPL 2020) નો ચોથો મુકાબલો ચાલી રહ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે શાનદાર શરૂઆત કરી. સંજૂ સૈમસને 74 રનોની શાનદાર ઇનિંગ રમી તો બીજી તરફ કેપ્ટન સ્ટીવ સ્મિથે 69 રન બનાવ્યા. આ ઉપરાંત જોગ્રા આર્ચરએ 8 બોલમાં 4 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા અને રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી શકી હતી. ચેન્નઇ તરફથી ફાફ ડુ પ્લેસીએ 72 રનોની જોરદાર ઇનિંગ રમી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 પ્રથમ ઇનિંગ: રાજસ્થાન રોયલ્સે ચેન્નઇને આપ્યો 217 રનનો ટાર્ગેટ


ચેન્નઇ તરફથી ડુ પ્લેસીએ 72 રનોની જોરદાર ઇનિંગ રમ્યા પરંતુ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. રાજસ્થાન માટે રાહુલ તેવાતિયાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


રાજસ્થાન રોયલ્સની જીત
આઇપીએલ 2020 હેઠળ પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સએ ચેન્નઇ સુપરકિંગ્સને 16 રનથી હરાવી દીધું છે. તો બીજી તરફ સીઝનમાં ચેન્નઇની આ પહેલી હાર છે. 


ધોનીએ અંતિમ ઓવરમાં 3 સિક્સર ફટકારી
ચેન્નઇના હાથમાંથી જીત નિકળી ગઇ પરંતુ અંતિમ ઓવરમાં એમએસ ધોનીએ સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી હતી.


ચેન્નઇની આશાઓ ખતમ, ફાફ ડુ પ્લેસી આઉટ


સીએસકેને જીતની નજીક લઇ જનાર ડુ પ્લેસીને જોફ્રા આર્ચરે 72 રન પર આઉટ કરી દીધા છે. અને રાજસ્થાનની ટીમ જીત તરફ આગળ વધી છે. 


16 બોલમાં ચેન્નઇને 51 રનની જરૂર


16 બોલમાં સીએસકેને 85 રનની જરૂર છે અને ક્રીઝ પર ધોની ફાફ ડુ પ્લેસી છે. 


ફાફ ડૂ પ્લેસી સીએસકે માટે શાનદાર બેટીંગ કરી રહ્યા છે. તેમણે એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી પોતાની ફિફ્ટી પુરી કરી અને સાથે જ ચેન્નઇએ 150 નો સ્કોર પાર કરી લીધો છે. 


કેદાર જાધવની વિકેટ પડી
ચેન્નઇ જીતથી દૂર જતી જોવા મળી રહી છે. જ્યાં ટીમને 15થી વધુ રન રેટની જરૂર છે. તો બીજી તરફ કેદાર જાધવે પોતાની વિકેટ ગુમાવી દીધી છે. કેદાર જાધવ 22 રન બનાવીને ટોમ કુરેનનો શિકાર થયા છે. 


7 ઓવરમાં 109 રનની જરૂર 


ચેન્નઇને હવે જીત માટે 42 બોલમાં 109ની જરૂર છે. 


કેદાર જાદવે સતત 3 ચોગ્ગા ફટકાર્યા, સ્કોર 100 ને પાર


સીએસકેની સ્થિતિ ડગમગી રહી છે. આ દરમિયાન કેદાર જાદવે સતત 3 ચોગ્ગા ફટકાર્યા છે. સીએસકેનો સ્કોર 100ને પાર


સતત બે વિકેટ પડી ગઇ


સૈમ કરનના આઉટ થયા બાદ બેટીંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડ પહેલાં જ બોલમાં આઉટ. ચેન્નઇની મુશ્કેલીઓ વધી.


સૈમ કરન પણ થયા ફેલ


ચેન્નઇની ઇનિંગ ડામોડોળ નજર આવી રહી છે. ટીમ પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી છે. સૈમ કરણ 17 રન બનાવીને તેવાતિયાનો શિકાર બની ગયા છે. 


મુરલી વિજયના રૂપમાં ચેન્નઇને લાગ્યો બીજો ઝટકો


વોટસનની વિકેટ ગુમાવ્યાના થોડીવાર પછી મુરલી વિજય પણ આઉટ. વિજય 21 રન બનાવીને શ્રેયસ ગોપાલના બોલ પર આઉટ. 


ચેન્નઇને બીજો ઝટકો, શેન વોટ્સ થયા આઉટ


ચેન્નઇ સુપર કિંગ્સને લાગ્યો ઝટકો, શેન વોટ્સન 33 રન બનાવીને થયા આઉટ. રાહુલ તેવાતિયાએ કર્યા ક્લીન બોલ્ડ.


ચેન્નઇ સુપર કિંગ્સની શાનદાર શરૂઆત


વિશાલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇની ટીમની તોફાની શરૂઆત. 6 ઓવર સુધી સીએસકેએ 53 રન બનાવી લીધા છે. 


ચેન્નઇ પાસે નવો રેકોર્ડ બનાવવાની તક.


આઇપીએલના ઇતિહાસમાં ચેન્નઇ સૌથી વધુ 208 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. જો આ મુકાબલામાં ચેન્નઇની જીત થાય છે તો નવો રેકોર્ડ બનાવવામાં સફળ થશે. 


ચેન્નઇ સુપર કિંગ્સે કરી ઇનિંગની શરૂઆત


મુરલી વિજય અને શેન વોટસને ઇનિંગ શરૂ કરી, ચેન્નઇની ટીમને મજબૂત શરૂઆતની જરૂર.