IPL 2020 પ્રથમ ઇનિંગ: રાજસ્થાન રોયલ્સે ચેન્નઇને આપ્યો 217 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલ (IPL 2020) નો ચોથો મુકાબલો રમાઇ રહ્યો છે. રાજ્સ્થાનની ટીમ બેન સ્ટોક્સ અને જોસ બટલર વિના મેચ રહી રહ્યા છે.

IPL 2020 પ્રથમ ઇનિંગ: રાજસ્થાન રોયલ્સે ચેન્નઇને આપ્યો 217 રનનો ટાર્ગેટ

શારજહા: રાજસ્થાન રોયલ્સ (RR)  અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલ (IPL 2020) નો ચોથો મુકાબલો ચાલી રહ્યો છે. રાજસ્થાન ટીમ બેન સ્ટોક્સ અને જોસ બટલર વિના મેચ રમી રહી છે અને રાજસ્થાન રોયલ્સમાં સ્ટીવ સ્મિથ ઉપરાંત જોફ્રા આર્ચર, ડેવિડ મિલર અને ટોમ કરન વિદેશી ખેલાડીના રૂપમાં રમી રહ્યા છે. પહેલાં બેટીંગ કરી રહેલી રાજસ્થાનની ટીમે ચેન્નઇ વિરૂદ્ધ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 216 રન બનાવી લીધા છે. ચેન્નઇને જીત માટે 217 રનનો ટાર્ગેટ મળ્યો છે.

જોફ્રા આર્ચરએ ફટકારી ચાર સિક્સર

રાજસ્થાન માટે જોફ્રા આર્ચરએ અંતિમ ઓવરમાં ચાર ચોગ્ગા ફટકાર્યા, રાજસ્થાનનો સ્કોર 200 ને પાર

કેપ્ટન સ્ટીવ સ્મિથ થયા આઉટ

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. શાનદાર બેટીંગ કરી રહેલા સ્મિથને સૈમ કરને 69 રન પર આઉટ કરી દીધા છે. 

રિયાન પરાગ થયા આઉટ

રાજસ્થાનની વિકેટ ઉપરા ઉપરી પડી રહી છે. ફક્ત 6 રન બનાવીને રિયાન પરાગ પેવેલિયન પરત ફર્યા છે. 

રાહુલ તેવાતિયાના રૂપમાં રાજસ્થાનને લાગ્યો પાંચમો ઝટકો

ઉથપ્પાની વિકેટ બાદ રાહુલ તેવાતિયા ફક્ત 10 રન બનાવીને આઉટ થયા

પીયૂષ ચાવલાએ લીધી રોબિન ઉથપ્પાની વિકેટ

સારી શરૂઆત બાદ રાજસ્થાનની ઇનિંગ લથડી, પાંચ રન બનાવીને આઉટ થયા ઉથપ્પા

ડેવિડ મિલરની મોટી ભૂલ

ખાતું ખોલાવ્યા વિના ડેવિડ મિલર થયો આઉટ, મુકાબલામાં ચેન્નઇની વાપસી

સ્મિથની શાનદાર ફિફ્ટી

ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં સૈમસનનો સાથ નિભાવ્યો કેપ્ટન સ્મિથએ પોતાની ફીફ્ટી પુરી કરી છે. 

સંજૂ સૈમસન 74 રન પર આઉટ થયા

લુંગી અનગિદીએ ચેન્નઇ માટે ફોર્મમાં ચાલી રહેલા સંજૂ સૈમસનની વિકેટ લીધી. સૈમસને 32 બોલમાં 74 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સે પુરા કર્યા 100 રન

રાજસ્થાનની ટીમની શાનદાર શરૂઆત થઇ છે. 9 ઓવરમાં જ ટીમે 100 રન પુરા કરી લીધા છે. 

સંજૂ સૈમસને સારી ઇનિંગ રમી

સંજૂ સૈમસને 21 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી છે. આજે સૈમસન પોતાના બેસ્ટ અવતારમાં જોવા મળી રહ્યા છે. 

5 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર

રાજસ્થાન રોયલ્સે 5 ઓવરમાં 40 રન બનાવી લીધા છે.
 

ચેન્નઇ સુપર કિંગ્સએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન રોયલ્સ પહેલાં બેટીંગ કરવા માટે મેદાન પર ઉતરશે. 

રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઇંગ XI
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ મિલર, યશસ્વી જાયસવાલ, રોબિન ઉથપ્પા, શ્રેયસ ગોપાલ, ટોમ કુરેન, જયદેવ ઉનડકટ, જોફ્રા આર્ચર, રિયાન પરાગ, મહિપાલ, લોમરોર સંજૂ સૈમસન

ચેન્નઇ સુપરકિંગ્સ સંભવિત પ્લેઇંગ XI
મુરલી વિઅજ્ય, શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસી, અંબાતી રાયુડૂ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), પીયૂષ ચાવલા, દીપક ચહર, લુંગી એનગિદી, રવિંદ્ર જાડેજા, કેદાર જાધવ, સૈમ, કરન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news