IPL 2020 DC vs KXIP: આ છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી અને પંજાબની ટીમમાં ઘણા એવા ખેલાડી છે જે એકબીજાની ટીમમાં રમી ચુક્યા છે. આ ખેલાડી એકબીજાની રણનીતિથી વાકેફ છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ મુકાબલો રમાશે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની 8 ટીમોમાં ત્રણ એવી છે જેણે ક્યારેય ટ્રોફી જીતી નથી. તેમાંથી બેનો મુકાબલો આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
બંન્ને ટીમમાં એવા ઘણા ખેલાડી છે જે બંન્ને ફ્રેન્ચાઇઝીમાં રમી ચુક્યા છે. એક નજર કરો- રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, માર્કસ સ્ટોયનિસ, જિમી નીશમ, ગ્લેન મેક્સવેલ અને અક્ષર પટેલ. તો ટીમની રણનીતિઓથી આ પરિચિત પણ હશે.
સંભવિત ઇલેવન
દિલ્હી કેપિટલ્સ
પૃથ્વી શો, શિખર ધવન, શિમરોન હેટમાયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોયનિસ, અક્ષર પટેલ, કગિસો રબાડા, અમિત મિશ્રા, ઇશાંત શર્મા.
કિંગ્સ ઇલેવન પંજાબ
કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મનદીપ સિંહ, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, મુઝીબ ઉર રહમાન.
KXIP vs DC Match preview: બે યુવા કેપ્ટનો વચ્ચે જંગ, દિલ્હી અને પંજાબ આમને-સામને
હુકમનો એક્કો
કિંગ્સ ઇલેવન પંજાબ માટે મુઝીબ ઉર રહમાન હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. અફઘાનિસ્તાનનો આ યુવા સ્પિનર બોલિંગ આક્રમણની શરૂઆત કરે છે. પરંતુ કિંગ્સ ઇલેવન તેનો ઉપયોગ વચ્ચેની ઓવરોમાં કરી શકે છે. દિલ્હી કેપિટલ્સના બે આક્રમક બેટ્સમેન- શિમરોન હેટમાયર અને રિષભ પંત વિરુદ્ધ તેનો રેકોર્ડ શાનદાર છે.
મુઝીબે હેટમાયરને ટી20 ક્રિકેટમાં 12 બોલ ફેંક્યા છે અને માત્ર ચાર રન આપીને બે વખત આઉટ કર્યો છે. તો પંતને 11 બોલ પર 17 રન આુીને બે વખત પેવેલિયન મોકલી આપ્યો છે. તો પછી સવાલ ઉઠે છે કે બોલિંગની કમાન કોણ સંભાળશે. વેબસાઇટ ક્રિકઇન્ફોના આંકડા કહે છે કે ગ્લેન મેક્સવેલ તેના માટે યોગ્ય પસંદગી હોઈ શકે છે. જો ધવન દિલ્હી તરફથી ઈનિંગની શરૂઆત કરે છે તો મેક્સવેલનું તેની વિરુદ્ધનું સારૂ પ્રદર્શન કામ આવી શકે છે. મેક્સવેલે ધવનને 25 બોલમાં બે વખત આઉટ કર્યો છે અને 35 રન આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube