MI vs RR: પ્રચંડ ફોર્મમાં રહેલી મુંબઈને મળશે રાજસ્થાનનો પડકાર, જાણો કોણ પડશે ભારે
MI vs RR match preview and prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગના એક લીગ મુકાબલામાં પ્રચંડ ફોર્મમાં ચાલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શાહી ટક્કર થશે. મુંબઈની ફોર્મ દમદાર ફોર્મમાં છે તો રાજસ્થાન વાપસી કરવા પ્રયાસ કરશે.
અબુધાબીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ખુબ મુશ્કેલ પડકારહશે અને પોતાના અભિયાનને પાટા પર લાવવા માટે તે અંતિમ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. શારજાહમાં બેટિંગની મદદગાર પિચ પર શાનદાર શરૂઆત કર્યાં બાદ દુબઈ અને અબુધાબીમાં રોયલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પહેલા બે મેચ પ્રમાણે ટીમ ફોર્મ જાળવી શકી નથી.
બીજીતરફ મુંબઈએ છેલ્લી બે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને છ પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મળેલા પરાજય બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયને શાનદાર વાપસી કરીને કિંગ્સ ઇલેવનપંજાબને 48 તથા હૈદરાબાદને 34 રને હરાવ્યું હતું. મુંબઈ માટે સૌથી સારી વાત છે કે તે કોઈ એક ખેલાડી પર નિર્ભર રહી નથી અને તેના બધા ખેલાડીઓએ સમય પર યોગદાન આપ્યું છે.
કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં છે જ્યારે ડિ કોકે ફોર્મમાં વાપસી કરી લીધી છે. પોલાર્ડ સારૂ રમી રહ્યો છે, તો ઇશાન કિશન અને પંડ્યા પણ મેચ વિનર સાબિત થઈ રહ્યાં છે. પાછલી મેચમાં ક્રુણાલ પંડ્યાએ પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર જેમ્સ પેટિન્સન, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બીજીતરફ રોયલ્સને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સ્ટોક્સની ખોટ પડી છે જે ક્વોરેન્ટાઇન પૂરો કર્યાં બાદ 11 ઓક્ટોબર પછી ટીમ માટે ઉપલબ્ધ હશે.
જોસ બટલર (ત્રણ મેચમાં 47 રન) અને જયદેવ ઉનડકટ (ચાર મેચોમાં એક વિકેટ)નું ખરાબ ફોર્મ ટીમને ભારે પડ્યું છે. યુવા રિયાન પરાગ પણ ચાલ્યો નથી. તેવામાં કેપ્ટન સ્મિથ તેને બહાર રાખીને યશસ્વી જાયસવાલને તક આપી શકે છે. બોલિંગમાં ઉનડકટ પાવરપ્લે કે ડેથ ઓવરોમાં ચાલી રહ્યો નથી જેથી ટોમ કરન અને જોફ્રા આર્ચર પર દબાવ વધી ગયો છે. સ્મિથ આ સ્થિતિમાં વરૂણ આરોન કે કાર્તિક ત્યાગીને ઉતારી શકે છે.
રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ, જોસ બટલર, મનન વોહરા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંઘ, બેન સ્ટોક્સ, મહિપાલ લોરમોર, અંકિત રાજપૂત, જોફ્રા આર્ચર, મયંક માર્કંડેય, રાહુલ તેવાટીયા, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન, જયદેવ ઉનડકટ, યશસ્વી જયસ્વાલ, રોબિન ઉથપ્પા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, અનુજ રાવત, અનિરુધ જોશી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, એન્ડ્રુ ટાઇ અને ટોમ કરન.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube