IPL 2020 Points Table: દિલ્હી સૌથી ઉપર તો હૈદરાબાદ સૌથી નીચે, જાણો અન્ય ટીમોની સ્થિતિ
દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, પરંતુ મુંબઈને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈની ટીમ ટોપ-4માથી બહાર થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ IPL 2020 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં પોઈન્ટ ટેબલમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યો છે. આઈપીએલ 2020ની દસમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપ્યો. પહેલા મેચ ટાઈ રહી, કારણ કે બંન્ને ટીમનો સ્કોર બરોબર હતો, પરંતુ સુપર ઓવરમાં વિરાટની આગેવાની વાળી આરસીબીએ રોહિતની ટીમ મુંબઈને હરાવી દીધી. આ સાથે આઈપીએલ 2020ના પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ આઈપીએલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, પરંતુ મુંબઈને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈની ટીમ ટોપ-4માથી બહાર થઈ ગઈ છે. મુંબઈએ અત્યાર સુધી ત્રણ મેચ રમી અને એક જીત મેળવી છે. તો આરસીબી ટોપ-4મા પહોંચી ગઈ છે. આરસીબીએ ત્રણમાંથી બે મેચ જીતી છે, તેના ખાતામાં ચાર પોઈન્ટ છે, પરંતુ પ્રથમ સ્થાને રહેલી દિલ્હી અને બીજા નંબર પર રહેલી રાજસ્થાન કરતા નેટ રનરેટમાં પાછળ છે.
IPL 2020: શાનદાર ફોર્મમાં રહેલી દિલ્હી કેપિટલ્સ આજે હૈદરાબાદ સામે ટકરાશે
દિલ્હી, રાજસ્થાન અને બેંગલોરની ટીમ 4-4 પોઈન્ટ સાથે ક્રમશઃ પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર કિંગ્સ ઇલેવન પંજાબ છે, જે બે પોઈન્ટ અને સારી નેટ રનરેટ સાથે ટોપ-4મા છે. પાંચમાં નંબર પર મુંબઈ ઈન્ડિયન્સ, જ્યારે છઠ્ઠા ક્રમે કોલકત્તા છે. તો સાતમાં નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ અને આઠમાં સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદ છે.
IPL 2020 પોઈન્ટ ટેબલ
[[{"fid":"285025","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube