IPL: ગાવસ્કરે RCBના બહાર થવાનું કારણ જણાવ્યું, નિશાના પર કોહલીની બેટિંગ
શુક્રવારે અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ એલિમિનેટરમાં 6 વિકેટથી હારની સાથે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આઈપીએલની 13મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની નિષ્ફળતા માટે કેપ્ટન કોહલીના બેટથી ખરાબ પ્રદર્શનને જવાબદાર માન્યુ છે, જે પોતાના દ્વારા સ્થાપિત ઉચ્ચ માપદંડોની બરાબરી કરવામાં નિષ્ફળ રહ્યો.
શુક્રવારે અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ એલિમિનેટરમાં 6 વિકેટથી હારની સાથે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યુ, તેણે (કોહલીએ) પોતાના માટે જે ઉચ્ચ સ્તર સ્થાપિત કર્યું છે તેને જોતા સંભવતઃ તે પણ કહે છે કે તે તેની બરોબરી ન કરી શક્યો અને આ તે કારણોમાંથી એક છે જેના લીધે આરસીબીની ટીમ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી.
તેમણે કહ્યું, જ્યારે તે એબી ડિવિલિયર્સની સાથે મોટી ઈનિંગ રમે છે તો ટીમ મોટો સ્કોર બનાવી શકે છે. કોહલીએ 121.35ની સ્ટ્રાઇક રેટથી 15 મેચોમાં 450થી વધુ રન બનાવ્યા અને તેની ટીમે મોટાભાગે વચ્ચેની ઓવરોમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
કોહલી પર ભડક્યો ગંભીર- 8 વર્ષમાં એકપણ ટ્રોફી નહીં, કેપ્ટનશિપ કેમ નથી છોડતો?
મહાન બેટ્સમેન ગાવસ્કરે કહ્યુ કે, આરસીબીની બોલિંગમાં ધારની કમી હતી, જેનાથી તે વિરોધી ટીમોને સતત પડકાર આપીને જીત મેળવી શકે. તેમણે કહ્યું, બોલિંગ હંમેશાથી તેનો નબળો પક્ષ રહ્યો છે. આ ટીમમાં પણ એરોન ફિન્ચ છે, જે સારા ટી20 ખેલાડી છે. યુવા દેવદત્ત પડિક્કલે સારી શરૂઆત કરી અને પછી ટીમમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ છે.
ગાવસ્કરે સાથે સ્વીકાર્યુ કે, ટીમે એવા ખેલાડીની શોધ કરવી પડશે જે ફિનિશરની ભૂમિકા નિભાવી શકે. તેમણે સૂચન આપ્યું કે, શિવમ દુબે આ ભૂમિકામાં ફિટ થઈ શકે છે.
સનરાઇઝર્સ વિરુદ્ધ હાર આરસીબીની સતત 5મી હાર હતી. ટીમે પોતાની શરૂઆતી 10માંથી 7 મેચ જીતીને સારી શરૂઆત કરી, પરંતુ બાદમાં ટીમ ભટકી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube