નવી દિલ્હીઃ IPL 2020 હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે લીગ મેચમાં અનેક એવા ભારતીય યુવા ખેલાડીઓ જોવા મળ્યા જેમણે ખુબ સરસ પ્રદર્શન કર્યું છે. જેમાં આઈપીએલના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ કેટલાક ખીલાડીઓને ટીમ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું છે. આઈપીએલ 2020માં 8 એવા ભારતીય યુવા ખેલાડીઓ છે જેણે પોતાના પ્રદર્શનથી સૌના દિલ ખુશ કર્યા છે. જેમાં ત્રણ ખેલાડીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કોલકાતાની ટીમના અને મુળ કર્ણાટકના લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીનો ટી-20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટ બોલિંગ અને લાઈન લેન્થથી સૌને પ્રભાવીત કરનાર ઉત્તર પ્રદેશના કાર્તિક ત્યાગી અને આઈપીએલની લીગ મેચમાં સૌથી વધુ યોર્કર ફેંકી 14 વિકેટ લેનાર તમિલનાડુના ટી. નટરાજનને વધારાના ખેલાડી તરીકે રખાયા છે. આ ઉપરાંત બેંગલુરુના ઓપનર દેવદત્ત પડિક્કલ, મુંબઈના ઈશાન કિશન, ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડ, પંજાબના રવી બિશ્નોઈ અને રાજસ્થાનના રાહુલ તેવટિયાએ પણ આ આઈપીએલમા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેઓ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવા રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને સંદીપ શર્માએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 


ફરી સાચી પડી જોફ્રાની ભવિષ્યવાણી! બાઇડેનની જીત પર છ વર્ષ પહેલા કરેલું ટ્વીટ વાયરલ  


આઈપીએલ 2020માં છવાયેલા રહેલા 11 ભારતીય યુવા ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ માનવામા આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનિયે તો વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી, ટી. નટરાજન, દેવદત પડીક્કલ, ઈશાન કિશન , ઋતુરાજ ગાયકવાડ , રવી બિશ્નોઈ અને રાહુલ તેવટિયા સહિત સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને સંદીપ શર્માનું ક્રિકેટ જગતમાં લાંબુ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આ યુવા ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ સહિત આઈપીએલ અને ઈન્ડિયન ટીમમાં લાંબા સમય સુધી ક્રિકેટ રમતા જોવા મળી શકે છે. આવતા વર્ષે દેશમાં જ ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. જેથી આ યુવા ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ માટે મહત્વના સાબિત થઈ શકે છે. જેમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા સાથે ઓપનિંગ કરનાર વિકેટ કિપર બેસ્ટમેન સંજૂ સેમસને મોટો ફાયદો થઈ શકે છે.


આઈપીએલ 2020માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 8 યુવા ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઈન્ડિયન ટીમ સાથે જવાના છે. પરંતુ હજુ 5 યુવા ખેલાડીઓ ઇન્ડિયન ટીમમાં મોકો મલવાની રાહ જોઈ રહ્યા છે.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર