નવી દિલ્હીઃ પુરૂષ ક્રિકેટરોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા પડદાની પાછળ મહિલાઓની મહત્વની ભૂમિકા રહી છે. ખાસ કરીને મોટાભાગની ટીમમાં માલિકી હકમાં મહિલાઓની ભાગીદારી રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબની સહમાલિક બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા છે તો મુંબઈ ઈન્ડિયન્સના માલિક રિલાયન્સ ગ્રુપના નીતા અંબાણી છે. આ રીતે રાજસ્થાન રોયલ્સની સહમાલિક રાજ કુંદ્રાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આઈપીએલ મેચોમાં દિવાનગીથી લઈને કોલકત્તા નાઇટ રાઇડર્સના શરૂઆતી સમયમાં શાહરૂખ ખાન સિવાય બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાનું જોડાવું કોણ ભૂલી શકે છે. પરંતુ આ લીગમાં પડદાની આગળ અને પાછળ ઘણી એવી મહિલાઓ છે, જેના કારણે ગ્લેમર્સ ટૂર્નામેન્ટનો પાયો હચમચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીયરલીડર ગ્રેબિએલાએ ખોલ્યા હતા ખેલાડીઓના રાઝ
ગ્રેબિએલા પાસ્ક્યૂલોટાને તમે નહીં જાણતા હોવ, પરંતુ આઈપીએલ-2011 દરમિયાન તેનું નામ દરેક ક્રિકેટ પ્રેમી જાણતો હતો. હકીકતમાં દક્ષિણ આફ્રિકાની ગ્રેબિએલા તે સીઝનમાં મુંબઈની ચીયરલીડર હતી. પરંતુ સીઝન દરમિયાન પોતાના ખરાબ અનુભવોને તેણે બ્લોગ પર લખીને સનસની મચાવી દીધી હતી. ગ્રેબિએલાએ આઈપીએલ પાર્ટીઓ સાથે જોડાયેલા રાઝ ખોલતા આરોપ લગાવ્યો હતો કે ખેલાડીઓ અને અન્ય મહેમાનોને આ પાર્ટીઓમાં ચીયરલિડર્સ માત્ર એક વેશ્યા જેવી દેખાઇ છે. પરંતુ તેણે ધોનીને વિનમ્ર અને સચિન તેંડુલકર ક્યારેક પાર્ટીમાં જોવા મળે તેની પ્રશંસા કરી હતી. ગ્રેબિએલાના આ આરોપથી આઈપીએલ પાર્ટીઓમાં થનારી અશ્લીલતા સામે આવી અને હંગામો થયો હતો. ત્યારબાદ પાર્ટીઓ ઓછી કરી દેવામાં આવી હતી. 


IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર


માલ્યાની પુત્રી લૈલાએ ગાયબ કર્યા આવક દસ્તાવેજ
આઈપીએલ ઈતિહાસમાં વિવાદોનો સાચો તબક્કો 2010ની સીઝનથી શરૂ થયો હતો. આવકવેરા વિભાગને ટી20 ક્રિકેટ લીગ દ્વારા ટીમ માલિકોના પોતાના કાળા ધનને ઠેકાણે લગાવવાની જાણકારી મળી. વિભાગના દરોડા પહેલા મુંબઈમાં તત્કાલીન આઈપીએલ કમિશનર લલિત મોદીની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ થઈ ગયા. એક રહસ્યમયી મહિલા સીસીટીવી ફુટેજમાં દરોડા પહેલા કાગળોનો જથ્થો અને લેપટોપ લઈને જતી જોવા મળી. 


બાદમાં આ મહિલાની ઓળખ લૈલા મહમૂદના રૂપમાં થઈ, જે આરસીબીના ટીમ માલિક અને આજકાલ ભાગેડૂ જાહેર શરાબ કિંગ વિજય માલ્યાની સાવકી પુત્રી હતી. ઘણા દિવસ સુધી આ મામલો ચર્ચામાં રહ્યો. તેની તપાસને કારણે લલિત મોદી ભારત થોડીને લંડન ભાગી ગયો. 


PHOTOS: આ પાંચ ક્રિકેટર છે IPLના 'સિક્સર કિંગ'


રોહિતને ન્યૂડ ફોટો મોકલનારી સોફિયાની રેવ પાર્ટી
તમને બોલીવુડ ફિલ્મોમાં નાના-નાના રોલ કરનારી અભિનેત્રી સોફિયા હયાત યાદ છે. આ અભિનેત્રી હતી, જેણે ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને પ્રપોઝ કરતા વનડેમાં બેવદી સદી બનાવ્યા બાદ મોબાઇલ પર પોતાનો ન્યૂડ ફોટો મોકલીને પ્રપોઝ કર્યું હતું. સોફિયા એક પીઆર એજન્સી સંચાલન નમ્રતા કુમારની સાથે મળીને આઈપીએલ-2012 દરમિયાન પુણે વોરિયર્સના બે ક્રિકેટરો રાહુલ શર્મા અને વાયને પર્નેલને મુંબઈમાં રેવ પાર્ટી માટે લઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસની રેડમાં બંન્ને ક્રિકેટરો નશાકારક પદાર્થ લેતા ઝડપાયા, ત્યારબાદ બબાલ થઈ હતી. 


ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને પોલીસ સ્ટેશન લઈ જવાયો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઈપીએલ-2012મા રમી રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લ્યૂક પોર્મ્સબેકને એક અમેરિકન મહિલા જોહલ હમીદની છેડછાડ કરવી ભારે પડી. હમીદે 17 મે 2012ના નવી દિલ્હીમાં હોટલ સ્ટાફને જાણકારી આપતા તેણે પોલીસ બોલાવી અને બ્લૂકની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થે ટ્વીટ કરીને હમીદના કેરેકટર પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે તેના પર માનહાનીનો કેસ દાખલ કર્યો. પરંતુ બાદમાં કોર્ટની બહાર મામલામાં સમજુતી કરીને પતાવી દેવામાં આવ્યો હતો. 


IPL ઈતિહાસઃ ભારતીય ટી20 લીગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-5 બેટ્સમેન


સુનાંદા પુષ્કરને ગિફ્ટ આપવાનો વિવાદ
પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર હવે આ દુનિયામાં નથી. તેના રહસ્યમયી મોતની તપાસ હજુ પણ ચાલી રહી છે. પરંતુ આઈપીએલના ઈતિહાસ શશિ અને સુંનંદા વચ્ચેના પ્રેમની પરાકાષ્ઠાનું અનુપમ ઉદાહરણ છે. આઈપીએલ-2010ના સમય તત્કાલીન આઈપીએલ કમિશનર લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શશિ થરૂરે સુનંદા (તે સમયે પત્ની નહીં પ્રેમિકા)ને પડદાની પાછળથી રોનડેવૂ સ્પોર્ટસ વર્લમડાં ભાગીદારી ખરીદીને ગિફ્ટ કરી છે. આ કંપની આઈપીએલ ટીમ કોચ્ચિ ટસ્કર્સની સહમાલિક કંપની હતી. મોદીએ તે આરોપ લગાવ્યો હતો કે તેનાથી શશિ થરૂર આઈપીએલ મેનેજમેન્ટમાં ઘુષણખોરી કરવા ઈચ્છે છે. 


તેણે તે પણ કહ્યું કે, થરૂરે તેને નિર્દેશ આપ્યા હતા કે કોચ્ચિના માલિકોની ઓળખ જાહેર ન કરે. થરૂરે તમામ આરોપોથી ઇનકાર કર્યો અને બંન્ને વચ્ચે આરોપ-પ્રત્યારોચનો દોર ચાલ્યો. શક્તિ પરિક્ષણના આ ખેલમાં થરૂરનું મંત્રી પદ ગયું તો મોદીને બીસીસીઆઈએ આઈપીએલ કમિશનર પદે બહાર કરી દીધો. ત્યારબાદ કૌભાંડનો કેસ દાખલ કરવામાં આવ્યો. કોચ્ચિની ફ્રેન્ચાઇઝી રદ્દ કરવામાં આવી, જેમાં હાલમાં કોર્ટનો ચુકાદો કોચ્ચિના પક્ષમાં આવ્યો છે. 


IPL 2020: પાવરપ્લેમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન


પૂર્ણા પટેલે એર ઈન્ડિયાને બનાવી દીધી હતી પોતાની કંપની
પૂર્ણા પટેલને તમે નામથી ન ઓખળી શકો, પરંતુ અમે તેની માહિતી આપીશું. પૂર્ણા પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની પુત્રી છે. આઈપીએલ-2010ની હોસ્પિટાલિટી મેનેજર રહેલી પૂર્ણા તે સીઝનમાં બે વાર વિવાદોમાં રહી. આઈપીએલ 2010મા તેણે સતત ત્રણ દિવસ પોતાના પિતાના પદનો દુરુપયોગ કરી એર ઈન્ડિયાની ત્રણ ફ્લાઇટનો પોતાના ઘરની ચાર્ટર્ડ ફ્લાઇટની જેમ ઉપયોગ કર્યો. 


ત્યારબાદ પૂર્ણાએ આરોપોનો ઇનકાર કર્યો, પરંતુ એર ઈન્ડિયાના રેકોર્ડે તેની પુષ્ટિ કરી દીધી હતી. તેની પહેલા પૂર્ણા આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોચ્ચિ ટસ્કર્સની હરાજી પ્રોસેસને લઈને વિવાદોમાં આવી ચુકી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર