IPL 2020: પાવરપ્લેમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન
આઈપીએલમાં એવા ઘણઆ બેટ્સમેન રહ્યાં છે, જે મેચની પ્રથમ બોલથી બોલરો પર હુમલો શરૂ કરી દે છે. અમે તમને જણાવી રહ્યાં છીએ આઈપીએલ ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર 5 બેટ્સમેન.
નવી દિલ્હીઃ આઈપીએલ 2020 (IPL 2020)નો શંખનાદ થઈ ચુક્યો છે. જેના આધાર પર આ વર્ષની ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો 19 સપ્ટેમ્બરથી યૂએઈના મેદાન પર રમાશે. આ વચ્ચે અહીં આઈપીએલના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો કેટલાક એવા બેટ્સમેન છે, જે આઈપીએલમાં પાવરપ્લેનો ફાયદો ઉઠાવીને ધમાકેદાર બેટિંગ કરે છે. તેવામાં આ લેખમાં જોઈએ આઈપીએલ ઈતિહાસના તે 5 બેટ્સમેનોને, જેણે શરૂઆતી 6 ઓવરમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટની સાથે આક્રમક બેટિંગ કરી છે.
ક્રિસ લિન
ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લિન આ યાદીમાં પ્રથમ સ્થાને છે. લિને આઈપીએલમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ 145.62ની સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવ્યા છે. આ સિવાય જો લિનના આઈપીએલ કરિયરની સ્ટ્રાઇક રેટ પર નજર કરવામાં આવે તો તે પણ 140.65ની છે, જે તે સાબિત કરે છે કે લિન આ લીગમાં સૌથી ઘાતક બેટ્સમેન છે. ક્રિસ લિને પાવરપ્લેમાં 39 ઈનિંગમાં 526 બોલનો સામનો કરતા 766 રન ફટકાર્યા છે.
વિરેન્દ્ર સેહવાગ
ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)ની પાવરપ્લેમાં સ્ટ્રાઇક રેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ શાનદાર રહી છે. વીરૂએ આઈપીએલની શરૂઆતી 6 ઓવરમાં ફટકાબાજી કરતા 144.16ની સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવ્યા છે. આ દરમિયાન વીરૂએ 103 ઈનિંગમાં 1105 બોલ રમતા 1593 રન બનાવ્યા છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના સૌથી શાનદાર બેટ્સમેન ડેવિડ વોર્નરનું નામ આ લિસ્ટમાં ન હોય તે સંભવ નથી. કાંગારૂ ઓપનર ડેવિડ વોર્નરે આઈપીએલ ઈતિહાસમાં પાવરપ્લેમાં 118 ઈનિંગ દરમિયાન 138.99ની સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ 2299 રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે 1654 બોલનો સામનો કર્યો છે. આઈપીએલમાં પ્રથમ 6 ઓવર દરમિયાન આટલા રન બનાવનાર વોર્નર એકમાત્ર બેટ્સમેન છે.
કેએલ રાહુલ
હાલના સમયમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પાવરપ્લે દરમિયાન આઈપીએલમાં સૌથી શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. આઈપીએલ 2020મા કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રાહુલે પાવરપ્લેમાં 47 ઈનિંગ રમી છે. જેમાં રાહુલના બેટથી 135.96ની સ્ટ્રાઇક રેટથી 609 બોલમાં 828 રન નિકળ્યા છે.
રિદ્ધિમાન સાહા
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સાહા આઈપીએલમાં પ્રથમ છ ઓવર દરમિયાન ખુબ આક્રમક સાબિત થાય છે. રિદ્ધિમાન સાહાની પારવપ્લેમાં સ્ટ્રાઇક રેટ પર નજર કરવામાં આવે તો સાહાએ 46 ઈનિંચમાં 446 બોલમાં 135.65ની સ્ટ્રાઇક રેટથી 605 રન જોડ્યા છે. આ સાથે સાહા આઈપીએલના ફાઇનલમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પણ સામેલ છે.
Trending Photos