નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2020)ના ઈતિહાસની પ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)  હંમેશા યુવા ખેલાડીઓ પર ઘણા પૈસા ખર્ચ કરે છે. ફ્રેન્ચાઇઝીએ આઈપીએલ 2020 માટે 18 વર્ષના બેટ્સમેન યશસ્વી જાયસવાલને બે કરોડ 40 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો હતો. દરેક ફ્રેન્ચાઇઝી યશસ્વીને પોતાની સાથે જોડવા ઈચ્છતી હતી પરંતુ રોયલ્સે બાજી મારી હતી. આઈપીએલ ઓક્શનમાં યુવા બેટ્મસેનનું નામ ખુબ ચર્ચામાં રહ્યું.  તેનું કારણ તેના બેટનો અવાજ હતો. અન્ડર-19 વિશ્વકપમાં પણ યશસ્વીએ મેદાન પર ધમાકો કર્યો હતો. 28 ડિસેમ્બર 2001ના ઉત્તર પ્રદેશમાં જન્મેલ ઓપનિંગ બેટ્સમેન જાયસવાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરે છે. તે લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન છે. જાયસવાલે એકમાત્ર ફર્સ્ટ ક્લાસ મેચ 2019મા રમી હતી. જ્યાં તેણે કુલ 20 રન બનાવ્યા હતા. તો લિસ્ટ એ મેચોમાં તેણે 779 રન બનાવ્યા, જેમાં તેણે 203 રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015મા આવ્યો હતો ચર્ચામાં
યશસ્વીએ 2015મા અણનમ 319 રન બનાવવાની સાથે 99 રન પર 13 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો હતો. સ્કૂલ ક્રિકેટમાં આ તેનો ઓલરાઉન્ડ રેકોર્ડ હતો, જે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલો છે. એક સમયે ક્રિકેટ માટે મુંબઈમાં પાણી પુરી વેચી ચુકેલા આ ખેલાડીએ ત્યારબાદ પાછળ વળીને જોયું નથી. આ વર્ષે અન્ડર 19 વિશ્વકપમાં વિશ્વએ ભારતના આ ઉભરતા સિતારાની ધાક જોઈ હતી. અન્ડર-19 વિશ્વકપમાં યશસ્વી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. તેમાં પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઇનલમાં ફટકારેલી સદી પણ સામેલ છે. 


IPL 2020, Team Preview: યુવા અને અનુભવી ખેલાડીઓના દમ પર આઈપીએલમાં ધમાકો મચાવવા તૈયાર રાજસ્થાન


વિશ્વકપમાં આવું રહ્યું પ્રદર્શન
આ વર્ષે વિશ્વકપમાં યશસ્વીએ શ્રીલંકા વિરુદ્ધ 59 રન, જાપાન વિરુદ્ધ અણનમ 29, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અમનમ 57, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62, પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 105 અને બાંગ્લાદેશ વિરુદ્ધ 88 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ત્રણ વિકેટે હારી ગયું હતું. યશસ્વી આ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર