નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (Delhi capitals) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ  (Axar Patel COVID-19 Positive) આવ્યો છે. આ પહેલા ઈજાને કારણે દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર  (Shreyas Iyer) એ આઈપીએલ (IPL 2021) થી બહાર થવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએનઆઈએ દિલ્હી કેપિટલ્સના સૂત્રોના હવાલાથી જણાવ્યુ, દુર્ભાગ્યપૂર્ણ અક્ષર પોઝિટિવ આવ્યો છે. તે આ સમયે આઇસોલેશનમાં છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સના (Kolkata Knight Riders) બેટ્સમેન નીતીશ રાણા બાદ અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થનાર બીજો ખેલાડી છે. પરંતુ ગુરૂવારે રાણાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો. રાણા 22 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. 


આ પણ વાંચોઃ CSK Team રિવ્યૂ 2021: MS Dhoni ની ટીમની મજબૂતી જ તેની સૌથી મોટી નબળાઈ, કેવી રીતે જીતશે ટાઈટલ?


શ્રેયસના સ્થાને પંત કેપ્ટન
અય્યર ઈંગ્લેન્ડ દરમિયાન પ્રથમ વનડે મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. અય્યરને ખભામાં ઈજા થઈ હતી અને તેની સર્જરી 8 એપ્રિલે થશે. દિલ્હી કેપિટલ્સે અય્યરના સ્થાને પંતને કેપ્ટન બનાવ્યો છે. 


વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના
આઈપીએલના 10 મુકાબલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાના છે. માહિતી મળી છે કે વાનખેડેના 8 ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમયે કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જે રીતે ખેલાડી અને અન્ય લોકો સંક્રમિત થઈ રહ્યાં છે તેણે બીસીસીઆઈની ચિંતા વધારી દીધી છે. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube