IPL થી મળ્યો વધુ એક અત્યંત ઘાતક બોલર, આવનારા સમયમાં બનશે ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું હથિયાર!
આઈપીએલ (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં દુનિયાના દરેક ખેલાડી રમવા માટે ઈચ્છુક રહે છે. તેની પાછળનું કારણ એ છે કે આ લીગથી પૈસો અને નામના બંને મળે છે.
નવી દિલ્હી: આઈપીએલ (IPL) દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગમાં દુનિયાના દરેક ખેલાડી રમવા માટે ઈચ્છુક રહે છે. તેની પાછળનું કારણ એ છે કે આ લીગથી પૈસો અને નામના બંને મળે છે. આ લીગથી અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પોતાની કરિયર બનાવી છે. આ બધા વચ્ચે ભારતને આઈપીએલમાંથી વધુ એક સિતારો મળ્યો છે. જે આવનારા સમયમાં ભારત માટે મોટા કારનામા કરી શકે છે.
આઈપીએલથી મળ્યો એક ખતરનાક બોલર
આઈપીએલથી ભારતને એક ખતરનાક બોલર મળ્યો છે. આ ખેલાડીનું નામ છે હર્ષલ પટેલ. આઈપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આરસીબી તરફથી તે રમી રહ્યો છે. આઈપીએલ 2021માં હર્ષલ સૌથી સારા બોલર તરીકે ઉભરી આવ્યો છે. હર્ષલનું પ્રદર્શન કમાલનું રહ્યું છે અને તે આવનારા સમયમાં ભારત તરફથી પણ રમીને કમાલ કરી શકે છે. આ સીઝનમાં તે સૌથી મોટો વિકેટ ટેકર બનીને સામે આવ્યો છે.
પર્પલ કેપ પર કબ્જો
પહેલા ફેઝની જેમ બીજા ફેઝમાં પણ હર્ષલનું પ્રદર્શન કમાલનું છે. તે આઈપીએલ 2021માં પર્પલ કેપને પોતાની પાસે રાખનારા હર્ષલે અત્યાર સુધીમાં સમગ્ર સીઝનમાં માત્ર 11 મેચોમાં 26 વિકેટ ચટકી છે. તેણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગઈ કાલની મેચમાં પણ 3 વિકેટ લીધી. હર્ષલ ધીરે ધીરે વિરાટ કોહલીનો સૌથી મોટો ભરોસાપાત્ર બની ચૂક્યો છે.
હેટ્રિક લઈ ચૂક્યો છે
આરસીબી અને મુંબઈ વચ્ચે રમાયેલી આઈપીએલ 2021ના 39મી મેચમાં વિરાટ કોહલીની ટીમના બોલર હર્ષલ પટેલે ગદર મચાવ્યું હતું. આરસીબીના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ હેટ્રિક લઈને તહેલકો મચાવ્યો. તેણે 16મી ઓવરમાં હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચાહરને સતત ત્રણ બોલમાં પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
આરસીબીનો ત્રીજો આવો બોલર
હર્ષલ પટેલ આરસીબી ટીમનો ત્રીજો એવો બોલર બન્યો છે જેણે આઈપીએલમાં હેટ્રિક લીધી. આ અગાઉ બેંગ્લુરુ તરફથી પ્રવીણકુમાર, સેમ્યુઅલ બદ્રી પણ આ કરિશ્મા કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube