IPL 2021 MI vs RCB: આજથી આઈપીએલનો પ્રારંભ, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-બેંગલોર
IPL 14: આજે સાંજે 7.30 કલાકથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનો પ્રારંભ થઈ જશે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આમને-સામને છે.
નવી દિલ્હીઃ આજથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની શરૂઆત થઈ રહી છે. 14મી સીઝનની પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (MI vs RCB) વચ્ચે રમાશે. પ્રથમ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા માટે પ્લેઇંગ ઇલેવન બનાવવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. વિકેટકીપર બેટ્સમેન ડી કોક પ્રથમ મેચ રમશે નહીં. તે સાત દિવસના આઇસોલેશનમાં છે. તો આરસીબી માટે સારા સમાચાર છે કે દેવદત્ત પડિક્કલ કોરોનામાંથી રિકવર થઈ ચુક્યો છે અને ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
આરસીબીની પાસે વિદેશી ખેલાડીઓના નામ પર કેટલાક દિગ્ગજ ખેલાડી હાજર છે, તેવામાં જોવાનું રહેશે કે ક્યા ચાર ખેલાડીને અંતિમ 11માં સ્થાન મળે છે. એબી ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલનું રમવુ નક્કી છે, બાકી બે ખેલાડી કોણ હશે તે જોવાનું રહેશે. આરસીબી માટે પાછલી સીઝન સારી રહી અને ટીમ અંતિમ ચારમાં પહોંચી હતી. વિરાટની આગેવાનીમાં ટીમની નજર હજુ પહેલા ટાઇટલ પર છે તો રોહિતની આગેવાનીમાં મુંબઈની ટીમની નજર હેટ્રિક પર છે. મુંબઈની ટીમ 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી.
પ્રથમ મેચમાં આ હોઈ શકે છે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ XI
રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, નાથન કૂલ્ટર નાઇલ.
પ્રથમ મેચમાં આ હોઈ શકે છે આરસીબીની પ્લેઇંગ XI
દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિસ્ટિયન, રજત પાટીદાર, વોશિંગટન સુંદર, કાઇલ જેમીસન, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની.
આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube