નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગની (IPL 2021) 14 મી સિઝનની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલના મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને RCB વચ્ચે મેચથી થશે. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) પાંચ વખત આઇપીએલની ટ્રોફી જીતી ચુકી છે. આઇપીએલની (IPL) ગત બે સિઝન તેમના નામે રહી છે. તે સતત ત્રીજ વખત ટ્રોફી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે RCB, પંજાબ લાયન્સ (Punjab Lions) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) જેવી ટીમોની નજર પ્રથમ વખત ટ્રોફી જીતવા પર રહેશે. રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) વાત કરીએ તો તે 2008 બાદથી ખિતાબ પર કબજો જમાવી શકી નથી. કેકેઆર (KKR) 2014 અને સનરાઈઝ હૈદરાબાદ (Sunrisers Hyderabad) 2016 બાદ ચેમ્પિયન બની શકી નથી. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 2020 ની સિઝન ભૂલી આ વખતે પોતાનું દમદાર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે.


આ પણ વાંચો:- IPL 2021: 14મી IPL સિઝનમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી સર્જી શકે છે આ 3 રેકોર્ડ


આઇપીએલ 2021 ના ચેમ્પિનય કોણ હશે તે સમય નક્કી કરશે. પરંતુ ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે મુંબઇ ઇન્ડિયન્સ પર દાવ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, આ વખતે સિઝનમાં કઇ ટીમ કયા સ્થાન પર રહેશે. સ્કોટ સ્ટાયરિસના જણાવ્યા અનુસાર બીજા સ્થાન પર દિલ્હી કેપિટલ્સની ટીમ રહેશે. ત્યારે ત્રીજા સ્થાન પર પંજાબ કિંગ્સની રહેવાની આશા છે.


આ પણ વાંચો:- IPL ટીમને પસંદ આવે છે વિકેટકીપર કેપ્ટન, આ વખતે મળશે આ ખેલાડીઓનો જલવો


ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડના જણાવ્યા અનુસાર, ચોથા સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ રહી શકે છે. સ્કોટ સ્ટાયરિસે કહ્યું કે, પાંચમાં સ્થાન પર વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી RCB અને છઠ્ઠા સ્થાન પર સંજૂ સેમસનના નેતૃત્વવાળી રાજસ્થાન રોયલ્સ રહી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube