IPL 2021: 14મી IPL સિઝનમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી સર્જી શકે છે આ 3 રેકોર્ડ

રોયબ ચેલેન્જર્સ બેંગ્લોર (ROYAL CHALLENGERS BANGLORE) ના કેપ્ટન વિરાટ કોહલી આ સિઝનમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ આ ત્રણ વિશાળ લક્ષ્યો પર નજર રાખશે. RCB આ વર્ષે IPL સિઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (MUMBAI INDIANS) સામે 9 એપ્રિલ (APRIL) થી કરશે.

IPL 2021: 14મી IPL સિઝનમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી સર્જી શકે છે આ 3 રેકોર્ડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ રોયબ ચેલેન્જર્સ બેંગ્લોર (ROYAL CHALLENGERS BANGLORE) ના કેપ્ટન વિરાટ કોહલી આ સિઝનમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ આ ત્રણ વિશાળ લક્ષ્યો પર નજર રાખશે. RCB આ વર્ષે IPL સિઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (MUMBAI INDIANS) સામે 9 એપ્રિલ (APRIL)થી કરશે. ભારત-ઈંગ્લેન્ડની સિરીઝ પુર્ણ થયા બાદ દરેક IPL ફ્રેન્ચાઈઝી (FRANCHISE)ઓએ આગામી સિઝન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે, કેટલાક ખેલાડીઓએ પોતાનો આઈશોલેશન(ISOLATION) ટાઈમ પણ ખત્મ કર્યો છે અને હવે તેઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ત્યારે, આ IPLમાં તમામ લોકોની નજર ફરીએકવાર RCBના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) પર રહેશે.

વિરાટ તમામ IPLમાં સૌથી વધુ રન સ્કોરર છે. તેમ છતા કોહલી પોતાની ટીમને IPLમાં જીતાડવા માટે નિષ્ફળ રહ્યો છે. ત્યારે, આ વર્ષે ફરીવાર RCBના ફેન્સ (FANS) IPLની ટ્રોફી તેમની ટીમ જીતશે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે, કોહલી સિરીઝ (SERIES)માં આ ત્રણ રેકોર્ડ બનાવશે.

પ્રથમ RCBનો પ્લેયર જે 200 મેચો રમશે
વિરાટ કોહલી 2008થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા આવ્યા છે. ત્યારે, કોહલી પ્રથમ RCBના ખેલાડી બનશે જે RCB માટે 200 મેચો રમશે. અત્યારસુધી કોહલીએ 192 મેચો બેંગ્લોર માટે રમી છે. જ્યારે, સૌથી વધુ કોઈ ટીમ માટે મેચ રમવાનો ખિતાબ CSKના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MAHENDRA SINGH DHONI)ના નામે છે. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CHENNAI SUPER KINGS) માટે 204 મેચો રમી છે.

IPLમાં 6000 રન કરનાર પ્રથમ બેટ્સમેન
5,878 રન સાથે કોહલી IPLનો સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન (BATSMAN) છે. તે માત્ર 122 રન દુર છે 6,000 હજાર રન કરવાથી અને જો તે આ 122 રન કરી લેશે તો તે IPLનો પ્રથમ બેટ્સમેન બનશે જેણે આ સિદ્ધી હાંસલ કરી. જ્યારે, CSKના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના (SURESH RAINA) કોહલીથી 510 રન પાછળ છે. રૈના 2020ની IPL નહોતો રમી શક્યો. જેના કારણે કોહલી આગળી નીકળ્યો હતો.

T20 ર્ફોમેટમાં 10 હજાર રન કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
કોઈપણ ફોર્મેટ (FORMAT)માં 10 હજાર રન કરવા ગર્વની વાત છે અને કોહલી T20 ર્ફોમેટમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની શકે છે. કોહલીએ 304 T20 મેચોમાં 9,731 રન બનાવ્યા છે અને 10 હજાર રન બનાવવાથી તે માત્ર 269 રન દુર છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news