નવી દિલ્હી: આઇપીએલ 2021 ની (IPL 2021) 17 મી મેચમાં 5 વખત વિજેતા બનેલી મુંબઇ ઇન્ડિયન્સનો આજે પંજાબ કિંગ્સથી (MI vs PBKS) સામનો છે. આ મેચમાં મુંબઇની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. આ મેચમાં, જ્યારે મુંબઇનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બેટિંગ કરવા મદાન પર ઉતર્યો હતો, ત્યારે તેણે પોતાના નામે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે બનાવ્યો મોટો રેકોર્ડ
રોહિત શર્માએ (Rohit Sharma) હવે આઈપીએલના ઇતિહાસમાં હવે આ કામ કર્યું છે જે આજ સુધી કોઈ ટીમ કરી શક્યું નથી. રોહિત હવે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ઇનિંગ્સમાં બેટિંગ કરનાર બેટ્સમેન બની ગયો છે. આજે, પંજાબ સામે બેટ્સમેન તરીકે તે તેની 200 મી ઇનિંગ રમવા માટે ઉતર્યો હતો. ડેક્કન ચાર્જર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે તેણે આ પરાક્રમ કર્યું હતું.


આ પણ વાંચો:- IPL 2021: 20 વર્ષની ઉંમરમાં સદી ફટકારી આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આ સ્ટાર ખેલાડીને છોડ્યો પાછળ


કોહલી, રૈનાને છોડ્યા પાછળ
આ મામલે રોહિત શર્માએ (Rohit Sharma) ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. રોહિત પછી આ યાદીમાં સીએસકેના સુરેશ રૈનાનું નામ આવે છે, જેણે અત્યાર સુધીમાં 192 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. રૈના પછી, આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં આવે છે, જેમણે 188 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube