IPL 2021: 20 વર્ષની ઉંમરમાં સદી ફટકારી આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આ સ્ટાર ખેલાડીને છોડ્યો પાછળ
આઈપીએલ 2021 (IPL 2021) ની 16 મી મેચમાં આરસીબી અને રાજસ્થાન (RCB vs RR) વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાએ 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી: આઈપીએલ 2021 (IPL 2021) ની 16 મી મેચમાં આરસીબી અને રાજસ્થાન (RCB vs RR) વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાએ 10 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો.
દેવદત્ત પડિક્કલે રચ્યો ઇતિહાસ
બેંગ્લોરના યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) રાજસ્થાન રોયલ્સ સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. 20 વર્ષના આ બેટ્સમેને જોરશોરથી બેટિંગ કરતા 52 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 101 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ દરમિયાન, પડિક્કલે ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા.
Youngest to hit IPL 100 :
M Pandey - 19 Years 253 Days
R Pant - 20 Years 218 Days
D Padikkal - 20 Years 289 Days#IPL2021 #RCB pic.twitter.com/LQCH5pVuKM
— saurabh sharma (@cntact2saurabh) April 23, 2021
પડિક્કલના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ
દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) રાજસ્થાન સામે સદી ફટકારતાની સાથે જ ઘણા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. પડિક્કલે 20 વર્ષ અને 298 દિવસની ઉંમરે આ કમાલ કરી છે. આ યાદીમાં ફક્ત મનીષ પાંડે અને ઋષભ પંત તેની આગળ છે. મનીષે 19 વર્ષ 253 દિવસ અને ઋષભે 20 વર્ષ 218 દિવસની ઉંમરે આઈપીએલની પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે તેણે સંજુ સેમસનને પાછળ છોડી દીધો છે. સેમસન 22 વર્ષની ઉંમરે સદી ફટકારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે