IPL-14 ની બાકી મેચની તારીખ જાહેર! 10 ઓક્ટોબરના યોજાઈ શકે છે ફાઈનલ
કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની 14મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી20 લીગની 14 મી સીઝનની 31 મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લિગની 14મી સીઝન પર બ્રેક લાગ્યો છે. દુનિયાની સૌથી જાણીતી ટી20 લીગની 14 મી સીઝનની 31 મેચ રમાવાની બાકી છે. આ મેચ ક્યારથી શરૂ થશે, બીસીસીઆઇએ તેના પર હજુ સુધી પરદો હટાવ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર 29 મેના બીસીસીઆઇની યોજાનારી મહત્વની બેઠકમાં આઇપીએલ 14 ને ફરી શરૂ કરવાની તારીખની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે બેઠકથી થોડા દિવસ પહેલા બીસીસીઆઇને એક અધિકારીએ મહત્વની જાણકારી આપી છે.
અધિકારીએ જણાવ્યું કે, આઇપીએલની 14 મી સીઝન 19-20 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. સીઝનની બાકી 31 મેચનું આયોજન UAE માં થવાની સંભાવના છે. જુદા જુદા દેશોના ક્રિકેટ બોર્ડ અને આઇપીએલની ફ્રેન્ચાઈઝી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અધિકારીના અનુસાર ટૂર્નામેન્ટની ફાઈનલ 10 ઓક્ટોબરના રમાઈ શકે છે.
આ પણ વાંચો:- Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારને ઝટકો, રેલવેએ નોકરીમાંથી કર્યો સસ્પેન્ડ
ભારતીય ખેલાડી ઇંગ્લેન્ડથી 15 સપ્ટેમ્બરના UAE પહોંચશે. તેઓ ત્યાં ત્રણ દિવસ ક્વોરન્ટાઈન રહેશે. ત્યારે, અન્ય દેશોના ખેલાડી કેરેબિયન પ્રીમિયર લીગથી (CPL) સીધા IPL ની ટીમો સાથે જોડાશે. તમને જણાવી દઇએ કે, CPL 28 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે, CPL ને નક્કી સમયથી પહેલા સમાપ્ત કરવાની વાતચીત ચાલી રહી છે.
આ પણ વાંચો:- ZIMBABWE ના ક્રિકેટરની TWEET ના કારણે 24 કલાકમાં જ ટીમને મળી ગયો સ્પોન્સર
14 સપ્ટેમ્બરના પૂર્ણ થશે ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત નોટિંધમમાં 4 ઓગસ્ટથી થશે. બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટના લોર્ડ્સના ઐતિહાસિક મદાનમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટના લીડ્સમાં રમાશે. ચોથી ટેસ્ટ લંડનના ઓવલ મેદાનમાં 2 સપ્ટેમ્બરના રમાશે અને પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ મેન્ચેસ્ટરમાં 10 સપ્ટેમ્બરના યોજાશે.
આ પણ વાંચો:- MELBOURNE માં હવે SACHIN TENDULKAR અને VIRAT KOHLI ના નામથી બનશે ઘરનું એડ્રેસ
ભારતનો ઈગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના પૂર્ણ થશે. 15 સપ્ટેમ્બરના ટીમ ઇન્ડિયા UAE સુધી પહોંચી શકે છે અને ત્રણ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહશે. તેના બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરથી આઇપીએલ 14 ફરીથી શરૂ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube