Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારને ઝટકો, રેલવેએ નોકરીમાંથી કર્યો સસ્પેન્ડ

રેસલર સાગર ધનખડ હત્યા કેસમાં  (Sagar Dhankar Murder Case) સુશીલ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. રેલવેએ તેને નોકરીમાંથી હટાવી દીધો છે. 

Sagar Dhankar Murder Case: રેસલર સુશીલ કુમારને ઝટકો, રેલવેએ નોકરીમાંથી કર્યો સસ્પેન્ડ

નવી દિલ્હીઃ જૂનિયર રેસલર સાગર ધનખડ મર્ડર કેસ (Sagar Dhankar Murder Case) ફસાયેલા ઓલિમ્પિયન સુશીલ કુમાર  (Sushil Kumar) ને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તરી રેલવેએ સુશીલ પર લાગેલા હત્યાના આરોપ બાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. નોર્ધન રેલવેના પ્રવક્તા દીપક કુમાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે. 

આ પહેલા દિલ્હી સરકારે સુશીલ કુમાર તરફથી આપવામાં આવેલ એક્સટેન્શન અરજીને નકારી દીધી હતી. સરકાર તરફથી તેને ઉત્તર રેલવે વિભાગમાં મોકલી આપવામાં આવ્યું જ્યાં તે કાર્યરત હતો. સુશીલ દિલ્હી સરકારમાં 2015થી ડેપ્યુટેશન પર હતો અને તેનો કાર્યકાળ 2020 સુધી વધારી દેવામાં આવ્યો પરંતુ તે 2021 સુધી તેને વધારવા ઈચ્છતો હતો. 

પદ્મ એવોર્ડ પર પણ ખતરો?
હત્યા કેસમાં ધરપકડ બાદ સુશીલને મળેલ પદ્મ પુરસ્કાર પર પણ ખતરો ઉભો થયો છે. પરંતુ આ વિશે કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ગૃહ મંત્રાલય આગામી પગલું ભરી શકે છે. સુશીલ કુમારનું રમત ક્ષેત્રમાં યોગદાન માટે 2011માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું.

શું છે સમગ્ર ઘટના?
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં 4 મેએ રેસલર સાગર ધનખડ અને તેના મિત્રો પર હુમલો થયો હતો. આ દરમિયાન મારામારી થઈ હતી. આ હુમલા બાદ સાગરનું મોત થયું હતું અને તેની હત્યાનો આરોપ સુશીલ કુમાર સિવાય તેના સાથી રેસલરો પર લાગ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news