IPL 2022 GT vs CSK: ફરી એકવાર જાડેજાની ટીમ હારી, રોમાંચક મેચમાં ગુજરાતે ચેન્નાઈને 3 વિકેટથી હરાવ્યું
IPL 2022 GT vs CSK: 170 રનના સ્કોરનો પીછો કરતી ગુજરાત ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. મિલરે 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી. જ્યારે રાશિદ ખાને 40 રન બનાવ્યા. ગુજરાતની આ સિઝનમાં પાંચમી જીત છે અને તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
IPL 2022 GT vs CSK: આઇપીએલ 15 માં ચેન્નાઈ સુપરકિંગસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. 170 રનના સ્કોરનો પીછો કરતી ગુજરાતની ટીમ 7 વિકેટ ગુમાવી આ લક્ષ્યને હાંસલ કર્યું છે. આ મેચમાં ટીમની જીતના હીરો મિલર અને રાશિદ ખાન રહ્યા. મિલરે 51 બોલમાં 94 રનની ઇનિંગ રમી. જ્યારે રાશિદ ખાને 40 રન બનાવ્યા. ગુજરાતની આ સિઝનમાં પાંચમી જીત છે અને તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
મિલર અને રાશિદ બન્યા જીતના હીરો
170 રનના સ્કોરનો પીછો કરતી ગુજરાત ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ટીમના ઓપનિંગ બેટ્સમેન ગિલ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. તેના આઉટ થયા બાદ વિજય શંકર પણ ડક પર આઉટ થયો. ત્યારબાદ અભિનવ મનોહર પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને 12 રન બનાવી આઉટ થયો.
IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદની સતત ચોથી જીત, મર્કરમે સિક્સ મારી પંજાબને 7 વિકેટથી હરાવ્યું
તેના આઉટ થયા બાદ મિલર અને સાહાએ ભેગા મળી સ્કોરને આગળ વધાર્યો. પરંતુ સાહા પણ 11 રન બનાવી આઉટ થઈ ગયો. 48 રન પર 4 વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ તેવતિયા અને મિલર ટીમનો સ્કોર આગળ લઈ ગયા. બંનેએ 39 રનની ભાગીદારી કરી. આ દરમિયાન મિલર સતત અટેક કરી રહ્યો હતો. જો કે, રાહુલ પણ કંઇ ખાસ કરી શક્યો નહીં અને 6 રન બનાવી આઉટ થઈ ગયો. આ દરમિયાન મિલરે તેની અર્ધસદી પણ પૂરી કરી લીધી હતી.
ત્યારબાદ મિલર અને રાશિદે અર્ધસદીની ભાગીદારી કરી ગુજરાતને મેચમાં પરત લાવ્યા. રાશિદે માત્ર 21 બોલમાં 40 રનની ઇનિંગ રમી. તેના આઉટ થયા બાદ મિલરે એકલા હાથે ટીમને જીત અપાવી. મિલર 51 બોલમાં 94 રન બનાવી નાબાદ રહ્યો. તેની ઇનિંગ દરમિયાન તેણે 8 ચોક્કા અને 6 છક્કા માર્યા હતા.
ચહેરા પર સન લાઈટને બોડી પર... એક્ટ્રેસની તસવીર જોઈ ફેન્સ થયા ક્રેઝી
ઋતુરાજ ગાયકવાડ ફરી ફોર્મમાં
આ પહેલા ગુજરાતે ટોસ જીતી ચેન્નાઈને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. જે બાદ ઓપનિંગ બેસ્ટમેન ઋતુરાજ ગાયકવાડે અર્ધસદી અને અંબાતી રાયડૂની સાથે તેની મોટી અર્ધસદીની ભાગીદારીથી ચેન્નાઈ સુપરકિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે પાંચ વિકેટ પર 169 રન બનાવ્યા હતા. ગાયકવાડે 48 બોલમાં પાંચ છક્કા અને પાંચ ચક્કોની મદદથી 73 રનની ઇનિંગ રમી હતી.
આ ઉપરાંત તેણે રાયુડુ સાથે ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. ત્યારે કેપ્ટન રવિન્દ્ર જાડેજા અંતમાં 12 બોલમાં બે સિક્સ સાથે નાબાદ 22 રન બનાવી ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ગુજરાત માટે ડેબ્યુ કરી રહેલા અલ્ઝારી જોસેફે 34 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે અનુભવી મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં માત્ર 20 રન આપી એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube