IPL 2022: કેએલ રાહુલ અને રાશિદ ખાન પર લાગશે પ્રતિબંધ? બંને ખેલાડીઓએ કરી મોટી ભૂલ
IPL 2022 પહેલા મેગા ઓક્શન થવાનું છે. તે માટે આજે દરેક ટીમ પોતે રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. પરંતુ આ પહેલા કેએલ રાહુલ અને રાશિદ ખાન મોટી મુશ્કેલીમાં ફસાય શકે છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2022 (IPL 2022) માટે 8 ટીમોએ ક્યા ખેલાડીને રિટેન કર્યા છે, તેની માહિતી થોડીવારમાં સામે આવી જશે. આ વચ્ચે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્પિનર રાશિદ ખાન વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. બીસીસીઆઈ મામલાની તપાસ કરી રહ્યું છે. જો આ મામલો યોગ્ય હશે તો બંને ખેલાડીઓ પર પ્રતિબંધ લાગી શકે છે. જાણો શું છે વિવાદ..
થયો મોટો વિવાદ
ઇનસાઇડ સ્પોર્ટ્સના અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ અને રાશિદ ખાનનો 30 નવેમ્બર સુધી જૂની ફ્રેન્ચાઇઝી સાથે કરાર છે. તેવામાં બંને ખેલાડી બીજી ફ્રેન્ચાઇઝી ટીમના સંપર્કમાં છે. આ નિયમની વિરુદ્ઠધ છે. બંને ખેલાડીઓનો લખનઉની ટીમે સંપર્ક કર્યો છે. લખનઉની ટીમમાં આવવા માટે તેને મોટી રકમ ઓફર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલને લખનઉ ટીમ તરફથી 20 કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટાર સ્પિનર રાશિદ ખાનને 16 કરોડની ઓફર આપવામાં આવી છે. જે માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સે બીસીસીઆઈને તેની ફરિયાદ કરી છે. હાલ ભારતીય ક્રિકેટ બોર્ડ તેની તપાસ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ આ IPL ટીમમાં માત્ર એક ખેલાડી થશે રિટેન! તમામને ચોંકાવતો લીધો મોટો નિર્ણય
ભારતનો સ્ટાર ઓપનિંગ બેટર કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. આઈપીએલ 2021માં પણ તેણે દમદાર પ્રદર્શન કર્યુ હતું. તે 2018થી પંજાબ કિંગ્સની ટીમ સાથે છે. સામે આવી રહેલા રિપોર્ટ પ્રમાણે આઈપીએલ 2022 માટે પંજાબ કિંગ્સ રાહુલને રિટેન કરશે નહીં.
રાશિદ છોડી શકે છે હૈદરાબાદનો સાથ
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાનનો સામનો કરવો દરેક બેટર માટે મુશ્કેલ હોય છે. તેણે આઈપીએલમાં હૈદરાબાદને અનેક મેચમાં વિજય અપાવ્યો છે. રાશિદ 2017થી હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. તેણે 76 મેચોમાં 93 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચોઃ કોહલીની એન્ટ્રીથી ઐયર અને રહાણેમાંથી કોણ થશે ટીમમાંથી આઉટ? રાહુલ દ્રવિડે આપ્યો ચોંકાવનારો જવાબ
આજે રિટેન્શનનો છેલ્લો દિવસ
આઈપીએલ 2022ના મેગા ઓક્શનને ધ્યાનમાં રાખીને જૂની ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન ખેલાડીઓનું લિસ્ટ 30 નવેમ્બર સુધી જાહેર કરવાનું છે. એટલે કે રિટેન કરવાની છેલ્લી તારીખ આજે છે. ત્યારબાદ નવી બે ટીમોને ત્રણ-ત્રણ ખેલાડીઓને પોતાની સાથે સામેલ કરવાની તક મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube