આ IPL ટીમમાં માત્ર એક ખેલાડી થશે રિટેન! તમામને ચોંકાવતો લીધો મોટો નિર્ણય
IPL 2022 પહેલા મેગા ઓક્શન થવાનું છે. જેના માટે આજે તમામ ટીમો તેમના રિટેન કરતા ખેલાડીઓનું નામ જણાવશે. સનરાઈઝર્સ હેદરાબાદે માત્ર એક ખેલાડી રિટેન કરી તમામને ચોંકાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએલ દુનિયાની સૌથી વધુ દેખાતી લીગ છે. હવે બધાની નજર રિટેન થતા ખેલાડીઓ પર છે. 30 નવેમ્બર સુધી ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લા તારીખ છે. એવામાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેના એક ધાકડ ખેલાડીને રિટેન કર્યો છે. આવો જાણીએ આ ખેલાડી વિશે.
આ ખેલાડી પર લગાવ્યો દાવ
ESPNcricinfo ના અનુસાર સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર એક ખેલાડીને જ રિટેન કર્યો છે. સનરાઈઝર્સએ તેમના કેપ્ટન કેન વિલિયમસન પર દાવ લગાવ્યો છે. વિલિયમસનને ડેવિડ વોર્નરને હટાવ્યા બાદ કેપ્ટન બનાવ્યો હતો. વિલિયમસન ખુબ જ શાંત સ્વભાવથી બેટિંગ કરે છે અને કેપ્ટનશીપમાં ખુબ જ શાનદાર નિર્ણય લે છે. જ્યાં સુધી વિલિયમસન ક્રીઝ પર હાજર રહે છે ટીમની મેચ જીતવાની સંભાવના બની રહે છે. આઇપીએલ 2021 માં વિલિયમસને સનરાઈઝર્સ માટે 10 મેચમાં 266 રન બનાવ્યા હતા. વિલિયમસન જ્યારે તેની લયમાં હોય છે તો તે કોઈપણ બોલરની ધજ્જિયા ઉડાવી શકે છે.
આ ખેલાડીઓ કરી શકે છે રિટેન
સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદ યુવા બેટ્સમેન પ્રિયમ ગ્રગ, ભારતના સ્વિંગ સ્ટાર ભુવનેશ્વર કુમાર અને અફઘાનિસ્તાનના જાદુઈ સ્પિનર રાશિદ ખાન પર દાવ લગાવી શકે છે. રાશિદે તેની ઘાતક બોલિંગથી હૈદરાબાદને ઘણી મેચ જીતાડી છે. ત્યારે ગર્ગ તેની તોફાની બેટિંગ માટે ઓળખાય છે.
BREAKING: Kane Williamson has been retained by Sunrisers Hyderabad for #IPL2022, ESPNcricinfo can confirm.
— ESPNcricinfo (@ESPNcricinfo) November 29, 2021
આ ધાકડ બેટ્સમેન નહીં થાય રિટેન
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે ઘણી મેચમાં જીતની ઇનિંગ રમી છે. તેમણે IPL ની 150 મેચમાં 5449 રન બનાવ્યા છે. વોર્નરની કેપ્ટનશીપમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2016 માં આઇપીએલનો ખિતાબ જીત્યો હતો, પરંતુ આ દિગ્ગજ બેટ્સમેન જાતે જણાવ્યું છે કે, હૈદરાબાદની ટીમ તેમને રિટેન કરવાની નથી. આઇપીએલ મેગા ઓક્શનમાં વોર્નર પર ઘણી ટીમ મોટી બોલી લગાવી શકે છે.
30 નવેમ્બર સુધી ફાઈનલ થશે લિસ્ટ
આઇપીએલ 2022 મેગા ઓકશન (IPL 2022 Mega Auction) ને ધ્યાનમાં રાખી જૂની આઇપીએલ ફ્રન્ચાઈઝીઓને રિટેન કરવામાં આવેલા ખેલાડીનું લિસ્ટ 30 નવેમ્બર સુધી સોંપવાની છે. આશા છે કે 2 નવી ટીમોને આ છૂટ હશે કે તેઓ કેટલાક ખેલાડી હરાજી પહેલા ખરીદી શકે છે, કેમ કે, તેમની પાસે રિટેન કરવાનું ઓપ્શન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે