નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીએ તેની ધાકડ બેટિંગથી ટીમ ઇન્ડિયાને ઘણી મેચ જીતાડી હતી. તે નીચા ક્રમ પર આવી ગેમને ફિનિશ કરવા માટે જાણીતો છે. જ્યારથી ધોનીએ રિટાયરમેન્ટ લીધું છે. ટીમ ઇન્ડિયાને એક ફિનિશરની શોદ હતી, જે હવે પૂરી થતી જોવા મળી રહી છે. IPL 2022 માં લખનઉ શુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્ટ વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માને ટીમ ઇન્ડિયા માટે એક ધાકડ ફિનિશર મળી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળ્યો ધોની જેવો ફિનિશર
લખનઉ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન રાહુલ તેવતિયાએ ખતરનાક અંદાજમાં બેટિંગ કરી. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ જ ગુજરાતને છેલ્લી ઓવરમાં ચોકો મારી જીત અપાવી. તેની બેટિંગ જોઈ વિપક્ષી બોલરની આંખો ચાર થઈ ગઈ હતી. રાહુલ તેવતિયાએ 24 બોલમાં 40 રન બનાવ્યા, જેમાં 5 ચોકા અને 2 ગગનચુંબી છક્કા સામેલ હતા. રાહુલ તેવતિયાએ શાનદાર ઇનિંગ રમી ટીમ ઇન્ડિયા માટે દાવેદારી રજૂ કરી છે. આઇપીએલ 2022 બાદ તેને ટીમ ઇન્ડિયામાં શામેલ કરવામાં આવી શકે છે.


ભારતમાં દમદાર એન્જિન અને જોરદાર ફીચર્સ સાથે આવ્યું 'ટાઈગર', કિંમત જાણીને ફાટી જશે આંખો


પંજાબ માટે ફટકાર્યા હતા 5 છક્કા
રાહુલ તેવતિયાને આ વર્ષ મેગા ઓક્શન બાદ ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલા રાહુલ તેવતિયાએ રાજસ્થાન રોયલ્સ માટે રમી પંજાબ કિંગ્સ સામે IPL 2021 માં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં 5 છક્કા ફટાકરી હારેલી મેચ રાજસ્થાનના ખોળામાં નાખી હતી. તેની આ ઇનિંગને આજ સુધી ફેન્સ ભુલાવી શક્યા નથી. લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેણે પોતાનો શિકાર રવિ વિશ્નોઈને બનાવ્યો. રાહુલ તેવતિયાએ તેની એક ઓવરમાં 2 ચોકા અને 1 છક્કો ફટકારી મેચનું વલણ ગુજરાત તરફ કર્યું હતું.


ભારતમાં જન્મેલો આ ખેલાડી છે બીજો 'ડિવિલિયર્સ'! 360°માં મારે છે ગગનચુંબી શોર્ટ્સ


ટી20 વર્લ્ડ કપનો બની શકે છે હિસ્સો
ટીમ ઇન્ડિયાને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. આ માટે ટીમમાં રાહુલ તેવતિયાને સામેલ કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની પિચ હંમેશાથી ફાસ્ટ બોલર્સને સપોર્ટ કરે છે અને રાહુલ ફાસ્ટ બોલ સામે ખુબ જ આકર્ષક શોટ મારે છે. તેણે પોતાની રમતથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. એવામાં તે ટીમ ઇન્ડિયા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube