IPL નો સૌથી સફળ કેપ્ટન કોણ? એમએસ ધોની અને રોહિત શર્મા સામે વિરાટ કોહલી ક્યાં ઊભો છે?
આ વર્ષે રમાનાર આઈપીએલમાં ઘણી એવી ટીમો છે, જેમના કેપ્ટન નવા છે. પરંતુ જો આઈપીએલના ઈતિહાસ પર નજર નાંખીએ તો મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ કેપ્ટન છે. આંકડા તેમના પક્ષમાં છે, ધોનીએ જ સૌથી વધુ મેચમાં પોતાની ટીમની કમાન સંભાળી છે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ હવે થોડાક જ દિવસોમાં શરૂ થનાર છે અને 26 માર્ચે પહેલી મેચ રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં પૂર્વ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગનો સામનો બે વારની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ થશે. એકવાર ફરી 10 ટીમોની વચ્ચે આરપારનો મુકાબલો થશે અને તમામની નજર દરેક ટીમના કેપ્ટનો પર રહેશે.
આ વર્ષે રમાનાર આઈપીએલમાં ઘણી એવી ટીમો છે, જેમના કેપ્ટન નવા છે. પરંતુ જો આઈપીએલના ઈતિહાસ પર નજર નાંખીએ તો મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ કેપ્ટન છે. આંકડા તેમના પક્ષમાં છે, ધોનીએ જ સૌથી વધુ મેચમાં પોતાની ટીમની કમાન સંભાળી છે.
IPL ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન (જીતના હિસાબે)
- એમએસ ધોની- કુલ મેચ 204, જીત 121, હાર 82, જીત સરેરાશ 59.60 (ચેન્નાઈ સુપર કિંગ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ)
- રોહિત શર્મા- કુલ મેચ 129, જીત 75, હા 50, જીત સરેરાશ 59.68 (મુંબઈ ઈન્ડિયન્સ)
- ગૌતમ ગંભીર- કુલ મેચ 129, જીત 71, હાર 57, જીત સરેરાશ 55.42 (દિલ્હી ડેયરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ)
- વિરાટ કોહલી- કુલ મેચ 140, જીત 64, હાર 69, જીત સરેરાશ 55.42 (રોયલ ચેલેજર્સ બેગ્લુરું)
- એડમ ગિલક્રિસ્ટ- કુલ મેચ 74, જીત 35, હાર 39, જીત સરેરાશ 47.29 (ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ)
આઈપીએલ ટ્રોફી જીતનાર કેપ્ટન
રોહિત શર્મા -5 (2013, 2015, 2017, 2019, 2020)
એમએસ ધોની- 4 (2010, 2011, 2018, 2021)
ગૌતમ ગંભીર- 2 (2012, 2014)
શેન વોર્ન- 1 (2008)
એડમ ગિલક્રિસ્ટ-1 (2009)
ડેવિડ વોર્નર-1 (2016)
આઈપીએલ 2022માં ટીમોના કેપ્ટન કોણ?
આ વર્ષે બે નવી ટીમો જોડાઈ છે, એવામાં આઈપીએલ સૌથી રોમાંચક બની રહેવાનો છે. ગુજરાત ટાઈટન્સના હાર્દિક પંડ્યા, લખનઉ સુપર જાયન્ટ્સના કેએલ રાહુલને પોતાની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લુરુંના ફાફ ડુ પ્લેસિસ, કોલકાતા નાઈટ રાઈડર્સ શ્રેયસ અય્યર, પંજાબ કિંગ્સ માટે મયંક અગ્રવાલને પોતાના કેપ્ટન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બાકી ટીમોના જૂના કેપ્ટન છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગના એમએસ ધોની, મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા, દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત, સનરાઈઝર્સ હૈદરાબાદના કેન વિલિયમસન અને રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube