IPL 2023 Auction: આઈપીએલમાં ધમાલ મચાવશે સૌરાષ્ટ્રનો આ યુવા ખેલાડી, સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો
આઈપીએલમાં વધુ એક સૌરાષ્ટ્રના ખેલાડીની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા સમર્થ વ્યાસને સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સમર્થ વ્યાસ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.
કોચ્ચિઃ આઈપીએલ 2023 (IPL 2023 Auction) માટે કેરલના કોચ્ચિ શહેરમાં ઓક્શન ચાલી રહ્યું છે. આજે કોચ્ચિમાં મિની ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર બોલી લાગી છે. જેમાં ઈંગ્લેન્ડના સેમ કરને રેકોર્ડ બનાવી દીધો છે. તો કેમરૂન ગ્રીન, ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પર પણ મોટી બોલી લાગી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના યુવા બેટર સમર્થ વ્યાસને પણ સનરાઇઝર્સ હૈદરાબાદે બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે. જાણો કોણ છે સમર્થ વ્યાસ..
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે સમર્થ
સમર્થ વ્યાસની ઉંમર 27 વર્ષ છે. તેનો જન્મ 28 નવેમ્બર 1995ના રોજ રાજકોટમાં થયો હતો. સમર્થ વ્યાસ સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તાજેતરમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સમર્થ વ્યાસે સૌથી વધુ 22 સિક્સ ફટકારી હતી. તો વિજય હઝારે ટ્રોફીમાં સમર્થ વ્યાસે બેવડી સદી ફટકારી હતી. ટી20 ક્રિકેટમાં સમર્થ વ્યાસ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેની સ્ટ્રાઇક રેટ 150ની છે. વનડે ક્રિકેટમાં પણ તે 90થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી ચુક્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે સમર્થ વ્યાસને 20 લાખમાં ખરીદ્યો છે.
આ પણ વાંચોઃ ચેન્નઈ સુપર કિંગ્સને મળી ગયો નવો કેપ્ટન! બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો
સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં મચાવી હતી ધમાલ
સમર્થ વ્યાસે થોડા સમય પહેલા સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોમાં પાંચમાં સ્થાને હતો. સમર્થે આ ટૂર્નામેન્ટમાં 7 મેચમાં 177.40ની શાનદાર સ્ટ્રાઇક રેટની સાથે 314 રન ફટકાર્યા હતા. સમર્થ વ્યાસ ટોપ ઓર્ડર બેટર છે.
આ પણ વાંચોઃ આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની ધમાલ, સેમ કરન 18.50 અને ગ્રીન 17.50 કરોડમાં વેચાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube