IPL Auction 2023: આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની ધમાલ, સેમ કરન 18.50 અને ગ્રીન 17.50 કરોડમાં વેચાયા

IPL Auction 2023 Live: આઈપીએલમાં ઓલરાઉન્ડરો પર રૂપિયાનો વરસાદ થયો છે. ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીન અને ઈંગ્લેન્ડના સેમ કરન પર ટીમોએ મોટી રકમ લગાવી છે. 

IPL Auction 2023: આઈપીએલ ઓક્શનમાં ઓલરાઉન્ડરની ધમાલ, સેમ કરન 18.50 અને ગ્રીન 17.50 કરોડમાં વેચાયા

કોચ્ચિઃ IPL Auction 2023 Live: ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી સેમ કરનને આઈપીએલ (IPL) 2023 ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સેમ કરન ઈજાને કારણે પાછલી સીઝનમાં દૂર રહ્યો હતો પરંતુ આ વખતે તેણે ધમાકેદાર વાપસી કરી છે. સેમ કરન આ સાથે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ પહેલાં ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ સેમ કરને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. સે કરનને ખરીદવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચે બીડિંગ વોર જોવા મળી હતી. 

સેમ કરને આઈપીએલમાં 32 મેચની 23 ઈનિંગમાં 22.47 ની સરેરાશથી 337 રણ બનાવ્યા છે. કરનના નામ આઈપીએલમાં બે અર્ધશતક નોંધાયેલા છે. આ સાથે તેણે 32 વિકેટ પણ ઝડપી છે. લીગમાં પ્રથમવાર રમતા કરને પંજાબ તરફથી હેટ્રિક પણ લીધી હતી. તે 20 વર્ષ અને 302 દિવસની ઉંમરમાં હેટ્રિક ઝડપનાર યુવા ખેલાડી છે. 

કેમરૂન ગ્રીનને મુંબઈએ આપી મોટી રકમ
ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને પણ આઈપીએલમાં રેકોર્ડ બનાવી લીધો છે. તે આઈપીએલ ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પ્રથમવાર આઈપીએલ ઓક્શનમાં આવી રહેલા કેમરૂન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news