IPL Auction 2023: ચેન્નઈ સુપર કિંગ્સને મળી ગયો નવો કેપ્ટન! બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો

IPL Player Auction 2023: ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન અને શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈપીએલ ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે મોટી રકમ આપીને ખરીદ્યો છે. 

IPL Auction 2023: ચેન્નઈ સુપર કિંગ્સને મળી ગયો નવો કેપ્ટન! બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો

કોચ્ચિઃ IPL Mini Auction 2023: ચેન્નઈ સુપર કિંગ્સને બેન સ્ટોક્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આઈપીએલ ઈતિહાસમાં સ્ટોક્સ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. સ્ટોક્સને આઈપીએલ રમવાનો અનુભવ છે. તે 2017થી આઈપીએલમાં સક્રિય છે, પરંતુ ઈજાને કારણે પાછલી સીઝનમાં બહાર રહ્યો હતો. બેન સ્ટોક્સ આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો. આઈપીએલ 2023માં બેન સ્ટોક્સ એમએસ ધોનીની આગેવાનીમાં રમતો જોવા મળશે. 

ચેન્નઈને મળી ગયો નવો કેપ્ટન!
આઈપીએલ સીઝનની શરૂઆત થઈ ત્યારથી ચેન્નઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોની સંભાળી રહ્યો છે. પાછલી સીઝનમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ ટીમમાંથી વિવાદો સામે આવ્યા હતા. ત્યારબાદ ફરી ધોનીએ કમાન સંભાળી હતી. એટલે કે હવે આઈપીએલ-2023 મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. તેવામાં બેન સ્ટોક્સ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. વર્તમાનમાં સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. 

— Chennai Super Kings (@ChennaiIPL) December 23, 2022

કેમરૂન ગ્રીનને મુંબઈએ આપી મોટી રકમ
ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને પણ આઈપીએલમાં રેકોર્ડ બનાવી લીધો છે. તે આઈપીએલ ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પ્રથમવાર આઈપીએલ ઓક્શનમાં આવી રહેલા કેમરૂન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news