IPL 2023 MS Dhoni: IPL 2023 (IPL 2023)માં, આજે ચેન્નાઈ સુપર કિંગ્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ (CSK vs SRH) વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (એમએસ ધોની) વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રમાનારી મેચમાં એમએસ ધોનીની જગ્યાએ ધાકડ ઓલરાઉન્ડરને CSKની કેપ્ટનશીપની તક મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી શકે છે કમાન


ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની (એમએસ ધોની) IPL 2023 (IPL 2023)માં ઘૂંટણની ઈજાથી સતત ઝઝૂમી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમએસ ધોનીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરામ આપવામાં આવી શકે છે. એમએસ ધોનીની જગ્યાએ બેન સ્ટોક્સને આ મેચમાં ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે. બેન સ્ટોક્સ ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે અને તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે.


આ પણ વાંચો:
ભાવનગર ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી; વધુ 6 લોકોની અટકાયત, જાણો આ લિસ્ટ
રાશિફળ 21 એપ્રિલ: આ રાશિના લોકો મળશે GOOD NEWS, મકર રાશિના લોકો ખાસ વાંચે
આખરે દિલ્હી જીત્યું, ઘર આંગણે કોલકાતાને 4 વિકેટથી પછાડ્યું


ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે બેન સ્ટોક્સ 


બેન સ્ટોક્સ પગમાં ઈજાના કારણે છેલ્લી ત્રણ મેચમાં ટીમનો ભાગ નથી. પરંતુ ચેન્નાઈ માટે રાહતની વાત છે કે હવે તે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. બેન સ્ટોક્સને સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાનાર મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બેન સ્ટોક્સ IPL 2023માં અત્યાર સુધી માત્ર 2 મેચ રમ્યો છે.


IPL 2023 માટે CSKની ટીમ


એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, સિસાંડા મગાલા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, આહય મંડલ, નિશાંત સિંધુ, રાજવર્ધન હેંગરગેકર, મિશેલ સેંટનર,સુભાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ , મેથીસા પાથિરાના , મહેશ તિક્ષ્ણ , ભગત વર્મા , પ્રશાંત સોલંકી , શેખ રશીદ , તુષાર દેશપાંડે.


આ પણ વાંચો:
અગ્નિસંસ્કારમાં ઓછા લાકડા માટે કૌભાંડીઓની વધુ એક તરકીબ, ચિતાઓમા હવે ગોઠવી દીધા પથ્થર
અમદાવાદના ગોતા વિસ્તારમાં અનોખો કિસ્સો: હવે ચાર પગવાળા દૂધ ચોરે મચાવ્યો આતંક
ટ્રેન પાછળ કેમ હોય 'X' ની સાઈન,  શું હોય છે 'LV' નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube