આઈપીએલ 2023ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવી દીધુ. રાજસ્થાને જીત માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ CSKએ ઘણી કોશિશ કરવા છતાં છ વિકેટ પર 172 રન કરી શક્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નાઈની ઈનિંગ
176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સીએસકેની શરૂઆત ખરાબ રહી. 10 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ સસ્તામાં પડી. ત્યારબાદ ડવોન કોન્વે અને અજિંક્ય રહાણેએ 68 રનની પાર્ટનરશિપ કરીને બાજી સંભાળી. જો કે રહાણે 31 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યારબાદ વિકેટ પડતી ગઈ અને એક વિકેટ પર એક સમયે 78 રન હતા અને 6 વિકેટે 113 રન થઈ ગયા. પણ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ સુધી મેચને રોમાંચક બનાવી રાખી. લડાયક ગેમ રમવા છતાં ચેન્નાઈ આખરે હારી ગયું. 


IPL Records: એમએસ ધોનીએ મેદાનમાં ઉતરતા બનાવી દીધો મહારેકોર્ડ, રોહિત-વિરાટ ઘણા પાછળ


Suryakumar Yadav: સૂર્યા પર 'ગ્રહણ': 6 ઇનિંગ્સમાં 4 ગોલ્ડન ડક્સ... જાણો શું છે કારણ?


Fantasy Sports: Rohit, Hardik, Ganguly અને અભિનેતાઓ વિરુદ્ધ જાહેરહિતની અરજી


રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી. તેણે 11 રન પર પહેલી વિકેટ ગુમાવી હતી. જો કે પછી જોસ બટલર અને દેવદત્ત પડિક્કલે ઈનિંગ સંભાળી. રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને 176 રનનો ટાર્ગે આપ્યો. 20 ઓવરમાં ટીમ 175 રન કરી શકી. ચેન્નાઈએ લડાયક રમત રમી પણ આખરે રાજસ્થાન 3 રનથી જીતી ગયું.