SRH vs KKR Pssible Playing 11: IPLમાં આજે (4 મે) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ભીષણ જંગ થશે. બંને ટીમ પોઈન્ટ ટેબલની છેલ્લી ત્રણ ટીમોમાં સામેલ છે. કોલકાતાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ હારી છે, જ્યારે હૈદરાબાદ પણ 5 મેચમાં હારી ગયું છે. આ બંને ટીમો પ્લેઓફની રેસમાં પાછળ ન પડે તે માટે આજની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કેકેઆરને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. આજની મેચમાં હાર તેના પ્લેઓફમાં પ્રવેશના દરવાજા લગભગ બંધ કરી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ હૈદરાબાદમાં રમાશે. અહીંના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ આજની મેચમાં ફાસ્ટ બોલરોને વધુ મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં કોલકાતાની ટીમ પોતાની સ્પિન ત્રિપુટીમાંથી સુયશ શર્માને બેન્ચ પર રાખીને એક વધારાના ઝડપી બોલરને પ્લેઇંગ-11નો ભાગ બનાવી શકે છે. KKR માટે એક સારી વાત એ પણ હશે કે જેસન રોય આજની મેચમાં રમશે. આ સિઝનમાં તે સારી લયમાં જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો
નોટરાઇઝ્ડ કે રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ? ભાડા પર ઘર આપતા પહેલાં જાણી લેજો
8 ફિલ્મો જે કોઈ અન્ય માટે લખાઈ અને બીજાને મળ્યો જશ, ના પાડનારને થયો અફસોસ
પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી! આ સફેદ વસ્તુનો કરો ઉપયોગ


સનરાઇઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઇંગ-11


SRH પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, અકીલ હુસૈન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક. (ઈમ્પેક્ટ પ્લેયરઃ ટી નટરાજન/અબ્દુલ સમદ)


SRH પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેરી બ્રુક, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અકીલ હુસૈન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન. (ઈમ્પેક્ટ પ્લેયર: અબ્દુલ સમદ/ટી નટરાજન)


કોલકાતા નાઈટ રાઈડર્સ સંભવિત પ્લેઇંગ-11


KKR પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): જેસન રોય, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એન જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. (ઈમ્પેક્ટ પ્લેયરઃ હર્ષિત રાણા/એન જગદીશન)


KKR પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): જેસન રોય, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા. (ઈમ્પેક્ટ પ્લેયરઃ એન જગદીશન/હર્ષિત રાણા)


આ પણ વાંચો
12 વર્ષ પછી ચંદ્રગ્રહણનો અદ્ભુત સંયોગ, આ રાશિઓને 10 દિવસ સુધી લાભ જ લાભ!
NMACC ઇવેન્ટમાં રાધિકા મર્ચન્ટે પહેર્યો સ્ટાઈલિશ મિડી ડ્રેસ, કિંમત જાણીને ચોંકી જશો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3962 કેસ નોંધાયા, 22 લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube