પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી! રસોડામાં રાખેલી આ સફેદ વસ્તુનો કરો ઉપયોગ

Water filter tips: અમે અહીં તમને જે પદ્ધતિ જણાવી રહ્યા છીએ તે ખૂબ જ જૂની અને જાણીતી છે. જેનો આપણા દાદીમા ઘણો ઉપયોગ કરતા આવ્યા છે, તો તમે પણ જાણો RO મશીન વગર પાણી ફિલ્ટર કરવાની રીત.
 

પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી! રસોડામાં રાખેલી આ સફેદ વસ્તુનો કરો ઉપયોગ

kitchen hacks: આજકાલ તમને દરેક ઘરના રસોડામાં RO મશીન લગાવેલું જોવા મળશે. પરંતુ જેમના ઘરમાં ફિલ્ટર મશીન નથી, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ પાણી કેવી રીતે ફિલ્ટર કરતા હશે, તો ચાલો આજના લેખમાં તમને જણાવીએ. વાસ્તવમાં ફટકડીનો ઉપયોગ પાણીને ફિલ્ટર કરવા માટે કરી શકાય છે. આ પદ્ધતિ ઘણી જૂની છે..

ફટકડી વડે પાણી કેવી રીતે ફિલ્ટર કરવું
તમારે ફટકડીનો ટુકડો લઈને તેને પાણીમાં નાખીને 5 થી 7 વાર ફેરવવાનું છે. જેના કારણે થોડા સમયમાં પાણીની ગંદકી બેસી જશે. આ સિવાય ફટકડીના ટુકડાને દોરડામાં બાંધીને પાણીમાં નાખો, પછી તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી તમે પાણીમાંથી ફટકડી કાઢી લો. હવે તમે અડધા કલાક પછી આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી પાણીની બધી ગંદકી બેસી જશે.

No description available.ફટકડીના ફાયદા
-કાળી ગરદન સાફ કરવા માટે, તમે 1 ચમચી ફટકડીના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ, 1 થી 2 ચમચી લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને 15 થી 20 મિનિટ માટે ગરદન પર રહેવા દો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે.
-ચહેરા પર ફટકડી અને ગુલાબજળ લગાવવા માટે અડધી ચમચી ફટકડી પાવડરમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પછી, તેને તમારી હથેળીઓ પર લો અને તમારા ચહેરાને હળવા હાથથી મસાજ કરો. પછી, અડધા કલાક પછી તમે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો, તે પછી ક્રીમ લગાવો જેથી ત્વચા પર શુષ્કતા ન રહે. આમ કરવાથી તમારા ચહેરા પરથી ફોલ્લીઓ દૂર થવા લાગશે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થઈ જશે.
-તમને જણાવી દઈએ કે આને લગાવવાથી ચહેરાના અનિચ્છનીય વાળ પણ ઘટશે જે હોર્મોનલ અસંતુલનને કારણે બહાર આવે છે. આ સિવાય ડેડ સ્કિન પણ બહાર આવે છે. અને તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાવા લાગશે.

આ પણ વાંચો:
દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ વચ્ચે બબાલ
રાશિફળ 04 મે: આ જાતકોને આજે મહેનતનું મીઠું ફળ ચાખવાનો દિવસ, બિઝનેસમાં પુષ્કળ નફો થાય
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ, રોગ-દોષથી મળશે મુક્તિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news