IPL 2023 Free Live Streaming: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે દેશભરના 12 સ્ટેડિયમમાં કુલ 74 મેચો રમાશે. આ સિઝન ઘણી ખાસ રહેવાની છે. વર્ષ 2019 પછી આ પહેલી સીઝન હશે જ્યારે તમામ ટીમો પોતપોતાના ઘરના મેદાન પર મેચ રમશે. આ સિઝનની શરૂઆત પહેલાં ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ચાહકો પણ આ વખતે IPL (IPL 2023)ની મેચો ઘરે બેઠા મફતમાં જોઈ શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ જોવા માટે 1 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નહીં
સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ  (Gujarat Titans) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખતે IPL 2023ની તમામ લાઇવ મેચો Jio Cinema પર ફ્રીમાં બતાવવામાં આવશે. આ કિસ્સામાં તમારે ફક્ત Jio Cinema એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે IPL 2023નું લાઈવ ટેલિકાસ્ટ Jio Cinema પર કુલ 14 ભાષાઓમાં થશે.


આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ


ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે
આ લીગ 2019 પછી પ્રથમ વખત ભારતમાં હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં પરત ફરશે. ત્રણ વર્ષ પછી એવું થશે કે ચાહકો તેમની મનપસંદ ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમતા જોશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 21 મેના રોજ રમાશે જ્યારે ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLની પ્રથમ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ પાસે આ વખતે બે હોમ ગ્રાઉન્ડ હશે. ગુવાહાટી એપ્રિલ 2023માં પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) મેચોની યજમાની કરશે. રાજસ્થાન રોયલ્સનું આ બીજું હોમ ગ્રાઉન્ડ હશે.


આ પણ વાંચો: આ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે આ 4 ફિલ્મો, આ હીરોનું ભવિષ્ય નક્કી કરશે
આ પણ વાંચો: Government Scheme: પરીણિત મહિલાઓની મજા જ મજા! મળશે પૂરા 6000 રૂપિયા
આ પણ વાંચો: Home Buy: ઘર ખરીદવું હોય તો ઉતાવળ કરજો, વધવાના છે મકાનોના ભાવ, આ છે મોટું કારણ


ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે
આ વખતે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. IPL-2023ની 10 ટીમોને A અને B ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સને પ્રથમ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સનો બીજા ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપની ચાર ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. 18 મેચો ડબલ હેડર મેચ હશે. એક ટીમ 14 મેચ રમશે, 7 ઘરઆંગણે અને 7 વિરોધી ટીમના ઘરે. 10 ટીમો વચ્ચે લીગ તબક્કાની 70 મેચો રમાશે. 4 મેચ પ્લેઓફની રહેશે.


આ પણ વાંચો: રામ નવમી પહેલા અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહના દર્શન કરી લો
આ પણ વાંચો: અજમાવી જુઓ આ તેલના 2 ટીંપા, પુરૂષો પાવરમાં અને મહિલાઓ મોજમાં
આ પણ વાંચો: Safest Cars: પરિવારનો જીવ વ્હાલો હોય તો આ 5 કાર ખરીદજો, સેફ્ટીમાં છે દેશમાં સૌથી આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube