MI Vs SRH: આઈપીએલની 35મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન કર્યા. જવાબમાં હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 178 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે પોતાની જીત જાળવી રાખતા આ મેચ 14 રને જીતી લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચની પહેલી ઈનિંગમાં મુંબઈ તરફથી કેમરન ગ્રીને સૌથી વધુ 64 રન કર્યા. આ દરમિયાન તેણે 160ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા. આ ઉપરાંત તિલક વર્માએ પણ શાનદાર બેટિંગ કરી અને 17 બોલમાં 37 રન કર્યા. ત્યારબાદ હૈદરાબાદ તરફથી મયંક અગ્રવાલ અને હેનરિક  ક્લાસેને ટીમને લક્ષ્યાંક મેળવવામાં મદદ તો કરી પણ જીત અપાવી શક્યા નહીં. 


Indiam Premier League: IPLનો સૌથી ખતરનાક બેટ્સમેન : 100 બોલમાં બનાવ્યા છે 217 રન


સ્ટાર ક્રિકેટર છે KL Rahul,રોહિત શર્મા બાદ બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!


VIDEO: રહાણેએ છગ્ગાને રોકવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, આખી દુનિયા ચોંકી ગઈ


મુંબઈ ઈન્ડિયન્સે એક ફેરફાર કર્યો હતો. જ્યારે હૈદરાબાદની ટીમ કોઈ પણ ફેરફાર વગર ઉતરી હતી. આ જીત સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ 9માં સ્થાને પહોંચી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube