RCB vs RR Pitch Report: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ આજે (23 એપ્રિલ) IPLની પ્રથમ મેચમાં ટકરાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં તેની છ મેચમાંથી ચારમાં જીત મેળવી છે, જ્યારે આરસીબીએ તેની છ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. બંને ટીમો સારી લયમાં જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમો પોતાના પ્લેઈંગ-11માં વધુ ફેરફાર કરવાનું પસંદ કરશે નહીં. જો કે, બેટિંગ અને સ્પિન ફ્રેન્ડલી બેંગલુરુ પિચને જોતા, આ ટીમો તેમના પ્લેઇંગ-11માં સ્પિનરને તક આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરુ પિચ રિપોર્ટ
બેંગ્લોરની પીચ હંમેશા બેટ્સમેનોને મદદરૂપ રહી છે. અહીં બાઉન્ડ્રી નાની છે, જેના કારણે અહીં સિક્સર ફટકારવામાં આવે છે. 200+ના સ્કોરનો પીછો કરવો અહીં બહુ મુશ્કેલ નથી લાગતો. અહીં બોલરોમાં ફાસ્ટ બોલરોની સરખામણીમાં સ્પિનરોને વધુ ફાયદો રહે છે. ફાસ્ટ બોલરોની સરખામણીમાં અહીં સ્પિનરોનો ઈકોનોમી રેટ ઘણો સારો છે. 


આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર


બંને ટીમના પ્લેઈંગ-11 કેવી રીતે હોઈ શકે?


RCB સંભવિત પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ.


RCB સંભવિત પ્લેઈંગ-11  (પ્રથમ બોલિંગ): વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વિષાક.


RCBના સંભવિત ઈમ્પૅક્ટ પ્લેયર: વિજયકુમાર વિષક/સુયશ પ્રભુદેસાઈ.


RR પોસિબલ પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), દેવદત્ત પડીકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર અશ્વિન, જેસન હોલ્ડર/એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા .


RR સંભવિત પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન,વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, આર અશ્વિન, જેસન હોલ્ડર/એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ .


RRના સંભવિત ઈમ્પૅક્ટ પ્લેયર: યુઝવેન્દ્ર ચહલ/દેવદત્ત પડિકલ.


આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube