નવી દિલ્હીઃ IPL 2023 SRH vs PBKS: આઈપીએલની 14મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે પોતાની સતત 2 હારના સિલસિલાને તોડતા પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ (PBKS)વિરુદ્ધ 8 વિકેટથી મેચને પોતાના નામે કરવાની સાથે આ સીઝનની પ્રથમ જીત હાસિલ કરવામાં સફળતા મેળવી છે. હૈદરાબાદ ટીમને આ મેચમાં 144 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને 17.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધો. રાહુલ ત્રિપાઠીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ત્રિપાઠીએ ફટકારી અડધી સદી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને આ મુકાબલામાં 144 રનનું લક્ષ્ય મળ્યું હતું. ટીમ તરફથી આ મેચમાં મયંક અગ્રવાલની સાથે ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી હેરી બ્રૂકને સોંપવામાં આવી. બંને ખેલાડી પહેલી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરવામાં સફળ રહી. બ્રૂકને 13 રનના વ્યક્તિગત સ્કોર પર અર્શદીપે બોલ્ડ આઉટ કર્યો હતો. 


ત્યારબાદ હૈદરાબાદે પ્રથમ છ ઓવરમાં 34 રન બનાવ્યા. ટીમને બીજો ઝટકો 45 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો જ્યારે અગ્રવાલ (21) ના સ્કોર પર રાહુલ ચાહરનો શિકાર બની ગયો. અહીંથી રાહુલ ત્રિપાઠીએ કેપ્ટન એડન માર્કરમની સાથે મળીને પંજાબની ટીમને વાપસીની બીજી કોઈ તક આપી નહીં. 


આ પણ વાંચો- GT vs KKR: અતિંમ ઓવરમાં રિંકુ સિંહે પાંચ સિક્સ ફટકારી કોલકત્તાને અપાવી રોમાંચક જીત


રાહુલ ત્રિપાઠીએ 48 બોલમાં 74 રનની અણનમ ઈનિંગ રમી કેપ્ટન માર્કરમની સાથે ત્રીજી વિકેટ માટે શાનદાર 100 રનની ભાગીદારી કરવાની સાથે ટીમને 8 વિકેટે જીત અપાવી પરત ફર્યા હતા. માર્કરમે આ મેચમાં અણનમ 37 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી મેચમાં અર્શદીપ અને રાહુલ ચાહરે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી. 


પંજાબની ઇનિંગ્સમાં માત્ર ધવન ચાલ્યો
આ મેચમાં પંજાબ કિંગ્સ ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેમાં માત્ર કેપ્ટન શિખર ધવનનો જ જાદુ જોવા મળ્યો હતો, જેણે 66 બોલમાં 99 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટીમનો સ્કોર 20 ઓવરમાં 143 રન સુધી પહોંચાડ્યો હતો.  મેચમાં પંજાબની ટીમે એક સમયે 88ના સ્કોર પર પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી.


ધવને છેલ્લી વિકેટ માટે મોહિત રાઠી સાથે 55 રનની ભાગીદારી કરી અને ટીમને લડાયક સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેએ 4 જ્યારે ઉમરાન મલિક અને માર્કો યાનસિને 2-2 વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube