Virat Kohli: ગંભીર સાથે વિવાદ બાદ હવે કોહલીની નવી પોસ્ટ વાયરલ, શેર કર્યો ચોંકવનારો વીડિયો
IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટર વિરાટ કોહલી આઈપીએલની એક મેચ બાદ લખનઉ સુપર જાયન્ટ્સના અફઘાન બોલર નવીન ઉલ હક અને તેમના મેન્ટોર ગૌતમ ગંભીર સાથે પોતાના હાલમાં થયેલા વિવાદને ખતમ કરતા જોવા મળી રહ્યા છે. બુધવારે કોહલીએ અમેરિકી સ્ટેન્ડ અપ કોમેડિયન કેવિન હાર્ટનો એક ગુપ્ત વીડિયો શેર કર્યો.
IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટર વિરાટ કોહલી આઈપીએલની એક મેચ બાદ લખનઉ સુપર જાયન્ટ્સના અફઘાન બોલર નવીન ઉલ હક અને તેમના મેન્ટોર ગૌતમ ગંભીર સાથે પોતાના હાલમાં થયેલા વિવાદને ખતમ કરતા જોવા મળી રહ્યા છે. બુધવારે કોહલીએ અમેરિકી સ્ટેન્ડ અપ કોમેડિયન કેવિન હાર્ટનો એક ગુપ્ત વીડિયો શેર કર્યો.
ગંભીર સાથે વિવાદ બાદ કોહલીની નવી પોસ્ટ વાયરલ
વીડિયોમાં અમેરિકી સ્ટેન્ડ અપ કોમેડિયન કેવિન હાર્ટ કહે છે કે દ્વેષ, ક્રોધ, નકારાત્મકતા. મારી પાસે તેના માટે સમય નથી, કારણ કે હું એટલી બધી સકારાત્મક ચીજો કરવા માટે જીવી રહ્યો છું. હું ભૂતકાળમાં અને જે ખોટું હતું તેમાં સ્નાન કરી શકું નહીં. જો કે કોહલીએ તેનો ઉલ્લેખ કર્યો નહીં. પરંતુ વીડિયોને વિવાદની ઘટનાથી આગળ વધવાની કોશિશ સ્વરૂપમાં લઈ શકાય છે.
શેર કર્યો ચોંકાવનારો વીડિયો
કોહલીનો નવીન ઉલ હક અને એલએસજીના કાયલ મેયર સાથે એક વાદ વિવાદ થઈ ગયો હતો. કારણ કે મેચ પૂરી થયા બાદ અફઘાન ખેલાડીએ કોહલી સાથે હાથ મિલાવવા દરમિયાન દુર્વ્યવહાર કર્યો હતો. ભારતીય ટીમ અને દિલ્હી રણજી ટીમમાં કોહલીના પૂર્વ સહયોગી ગંભીરે તે સમયે વિવાદ ઊભો કરી દીધો જ્યારે તેમણે આરસીબીના પૂર્વ કેપ્ટન સાથે ઝઘડો કર્યો હતો. એલએસજીના કેપ્ટન કે એલ રાહુલ અને અન્ય ખેલાડીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો. કોહલી, નવીન અને ગંભીર પર આઈપીએલ દ્વારા ઘટનાઓમાં તેમની સંબંધિત ભૂમિકાઓ માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની ઉદ્ઘાટન અને ફાઇનલ મેચ, આ તારીખે ભારત-પાકની થશે ટક્કર
IPL2023 વચ્ચે બેડન્યૂઝ! ભારતના આ સ્ટાર ખેલાડીને કરાવી પડી સર્જરી, હવે WTC માંથી બહાર
આ 8 ટીમોને મળી ગઈ ODI World Cup ની સીધી ટિકિટ, જાણો કઈ ટીમો લટકી ગઈ
કોહલીએ બીસીસીઆઈને કર્યો મેઈલ
રિપોર્ટ્સ મુજબ કોહલીએ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓને કહ્યું કે તેમણે નવીન અને ગંભીર સાથે કશું જ ખોટું કર્યું નથી. ત્યારથી નવીન ઉલ હકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી આ ઘટના પર કેટલીક પરોક્ષ ટિપ્પણીઓ કરી છે. પોતાની પ્રારંભિક ટિપ્પણીમાં તેમણે કહ્યું કે તે ક્રિકેટ રમવા માટે ભારત આવ્યા છે અને કોઈના દ્વારા મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોહલી સસ્તામાં આુટ થયા બાદ તે જશ્નના મૂડમાં જોવા મળ્યો. કારણ કે આરસીબી છ વિકેટથી હારી પણ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube