IPL 2023 વચ્ચે બેડ ન્યૂઝ! ભારતના આ સ્ટાર ખેલાડીને કરાવી પડી સર્જરી, હવે WTC માંથી બહાર

WTC FINAL 2023: કે.એલ.રાહુલે કહ્યું છેકે, હું સંપૂર્ણ રીતે ફિટ થવા અને મેદાન પર પાછા આવવા માટે કટિબદ્ધ છું. ભારત માટે રમતના ત્રણેય ફોર્મેટ રમી ચૂકેલા રાહુલે આ વર્ષના અંતમાં એશિયા કપ અને ODI વર્લ્ડ કપમાં પુનરાગમન કરવા માટે કટિબદ્દ હોવાનું જણાવ્યું છે. 

IPL 2023 વચ્ચે બેડ ન્યૂઝ! ભારતના આ સ્ટાર ખેલાડીને કરાવી પડી સર્જરી, હવે WTC માંથી બહાર

WTC FINAL 2023: ક્રિકેટ ચાહકો માટે એક માઠા સમાચાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાં જ ભારતને પડ્યો મોટો ઝટકો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને સુનીલ શેટ્ટીના જમાઈ એવા કે.એલ.રાહુલ હવે થઈ ગયા છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બહાર. ઉલ્લેખનીય છેકે, કે.એલ.રાહુલ ટેસ્ટ ક્રિકેટનો શાનદાર ખેલાડી છે. અને તેણે ભૂતકાળમાં પણ ભારતીય ટીમમાં શાનદાર પ્રદર્શન કરીને ઘણી મેચો જીતાડી છે.

જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલાં જ કે.એલ.રાહુલની જમણી જાંઘની સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીને કારણે આ શાનદાર ખેલાડી હાલ આ મોટુ ટુર્નામેન્ટની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. જોકે, તેણે કહ્યું છેકે, ખુબ જલદી જ તે રિવરી કરીને નેશનલ ટીમમાં પાછો ફરશે. આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટ્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચ દરમિયાન આ 31 વર્ષીય બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે, તે આઈપીએલની બાકીની મેચો અને ઓસ્ટ્રેલિયા સામે જૂનમાં ઈંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે.

WTC FINAL માંથી બહારઃ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ જેવી મહત્વની મેચ માટે ટીમ ઈન્ડિયાને ઈશાન કિશનની જરૂર હતી, કારણ કે વિકેટ કીપર બેટ્સમેન તરીકે આ ફોર્મેટ ફિટ બેસે છે. એટલું જ નહીં તે કે.એલ,રાહુલની જગ્યાએ સારી રીતે પર્ફોમ પરી શકશે. સીનિયર હોવાને કારણે મેનેજમેન્ટે રાહુલને તક આપી હતી. જોકે, ઈજાગ્રસ્ત થતા આખરે આ તક ઈશાન કિશનને મળી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news