World Cup 2023: અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની ઉદ્ઘાટન અને ફાઇનલ મેચ, આ તારીખે ભારત-પાકની થશે ટક્કર

World Cup 2023 Schedule: રિપોર્ટ પ્રમાણે વનડે વિશ્વકપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ દિવસે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને ટકરાશે. 
 

World Cup 2023: અમદાવાદમાં રમાશે વર્લ્ડકપની ઉદ્ઘાટન અને ફાઇનલ મેચ, આ તારીખે ભારત-પાકની થશે ટક્કર

નવી દિલ્હીઃ World Cup 2023, IND vs PAK, world cup 2023 schedule: આ વર્ષના અંતમાં ભારતમાં વનડે વિશ્વકપ રમાશે. 5 ઓક્ટોબરથી શરૂ થનાર આ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જલદી જાહેર કરવામાં આવશે. પરંતુ ભારતીય ક્રિકેટ ફેન્સ જે તારીખની રાહ જોઈ રહ્યાં છે તે તારીખ સામે આવી ગઈ છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 15 ઓક્ટોબરે રમાશે. તો વિશ્વકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેપોકમાં રમશે. વિશ્વકપની સેમીફાઇનલ મુંબઈમાં રમાઈ શકે છે. તો ફાઇનલ જંગ પણ અમદાવાદમાં રમાશે. 

આ બે ટીમો વચ્ચે રમાશે પ્રથમ મેચ
રિપોર્ટ પ્રમાણે વનડે વિશ્વકપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ દિવસે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં ટક્કર થઈ શકે છે. મહત્વનું છે કે 2019ના વનડે વિશ્વકપમાં ફાઇનલ રમનાર બંને ટીમો આ વર્લ્ડ કપની શરૂઆત કરી શકે છે. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ફાઇનલ જંગ રમાશે. રિપોર્ટ પ્રમાણે આઈસીસીએ આગામી વિશ્વકપનું શેડ્યૂલ તૈયાર કરી લીધુ છે. ભારતમાં ચાલી રહેલ આઈપીએલ બાદ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે. આઈપીએલની 16મી સીઝનની ફાઇનલ મેચ 28 મેએ રમાશે. 

ભારત અહીં પાકિસ્તાન સાથે ટકરાશે
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન વનડે વર્લ્ડ કપ માટે ભારતની મુલાકાત લેવા સંમત થયા છે. અગાઉ, પીસીબીએ કહ્યું હતું કે જો ભારત એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય, તો તે વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. કેટલાક અહેવાલોમાં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની  હાઈ વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવી શકે છે. જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને અમદાવાદમાં રમવાનો વાંધો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં, આ મેચને બીજા સ્થળે સ્થાનાંતરિત કરી શકાય છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન તેની મેચ હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમી શકે છે.

8 ટીમોએ બનાવી છે જગ્યા
વનડે વર્લ્ડ કપ 2023 માં, 10 ટીમો ખિતાબ માટે ટકરાશે. આ માટે, 8 ટીમોએ સ્થાન બનાવ્યું છે. અન્ય બે ટીમો ક્વોલિફાયર રમવા આવશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમવામાં આવશે, તેથી દરેક ટીમ લગભગ 9-9 મેચ રમશે. વિશ્વકપ માટે યજમાન ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું છે. છેલ્લા બે સ્થાન માટે 18 જૂનથી 9 જુલાઈની વચ્ચે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ દ્વારા ઝિમ્બાબ્વેમાં ભરવામાં આવશે. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ ઉપરાંત, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ, ઓમાન, યુએઈ, આયર્લેન્ડ, નેપાળ, સ્કોટલેન્ડ અને અમેરિકાની ટીમો શામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news