KKR vs SRH Last Over: IPL 2024 શનિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમે કમાલ કરતાં સનરાઇઝર્સ હૈદ્બાબાદ (SRH) ને અંતિમ બોલ સુધી ખેંચેલા એકદમ રોમાંચક મુકાબલામાં 4 રનથી હરાવી દીધી. કલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાયેલી આ રોમાંચક મેચની અંતિમ ઓવરમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્બાબાદ (SRH) ના મોંઢામાંથી જીતનો કોળિયો જીનવી લીધો. કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમ 208 રન બનાવવા છતાં આ મેચમાં હારની કગાર પર હતી, પરંતુ અંતિમ ઓવરમાં એક કેચે બાજી પલટી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળી બાદ સૂર્યદેવ બતાવશે અસલી મિજાજ, ગરમી-ઉકળાટ માટે રહો તૈયાર, આવી છે હવામાનની હાલત


અંતિમ ઓવરમાં પલટાઇ ગઇ મેચ
કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર શનિવારે રમાયેલી આઈપીએલ 2024 (IPL 2024) ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને છેલ્લા 2 બોલમાં જીતવા માટે 5 રનની જરૂર હતી, પરંતુ વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન આઉટ થતાં જ તેમની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો સ્કોર 19મી ઓવર પછી 5 વિકેટે 196 રન હતો અને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 13 રનની જરૂર હતી, જે આરામથી બનાવી શકાય તેમ હતો. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બોલર હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને શાહબાઝ અહેમદ અને હેનરિક ક્લાસેન બંનેની વિકેટો લઈને માત્ર આઠ રન આપીને પોતાની ટીમને વિજેતા બનાવી દીધી હતી.


ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર


આ કેચે મેચ બદલી નાખી
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને જીતવા માટે છેલ્લા 2 બોલમાં 5 રનની જરૂર હતી. છેલ્લી ઓવરના પાંચમા બોલ પર હેનરિચ ક્લાસેન આઉટ થયો, નહીંતર મેચનું પરિણામ અલગ જોવા મળ્યું હોત. હર્ષિત રાણાએ છેલ્લી ઓવરનો પાંચમો બોલ ધીમેથી ફેંક્યો હતો. બોલ હેનરિક ક્લાસેનના બેટ પર બરાબર વાગ્યો ન હતો. બોલ હેનરિક ક્લાસનના બેટની કિનારી લઈને શોર્ટ થર્ડ મેન તરફ ગયો, જ્યાં પાછળ દોડતા સુયશ શર્માએ યાદગાર કેચ પકડ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની જીતની આશા હેનરિચ ક્લાસેન આઉટ થતાં જ ખતમ થઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી. કેપ્ટન પેટ કમિન્સ હર્ષિત રાણા દ્વારા ધીમો ફેંકવામાં આવેલ મેચનો છેલ્લો બોલ ચૂકી ગયો અને KKR મેચ જીતી ગયો.


કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો


સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય