Watch: સ્ટ્રેચરમાંથી ઉભા થઇને મચાવ્યો તરખાટ, 4 દિવસમાં `ઘાયલ સિંહ` ની તૂફાની વાપસી
Mustafizur Rahman: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ના ઘાતક ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહમાને શુક્રવારે રમાયેલી IPL 2024 ની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) ના ટોપ ઓર્ડરના ધજાગરા ઉડાવી દીધા. કોઇ જાણતું ન હતું કે મુસ્તફિજુર રહમાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) માટે પ્રથમ મેચ રમશે કે નહી, પરંતુ તેમણે ઘાયલ સિંહની માફક વાપસી કરી.
IPL 2024: ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ના ફાસ્ટ બોલર મુસ્તાફિજુર રહમાને શુક્રવારે રમાયેલી IPL 2024 ની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB) ના ટોપ ઓર્ડરના ધજાગર ઉડાવી દીધા. મુસ્તફિજુર રહમાનને IPL 2024 ના ઓપનિંગ મેચના 4 દિવસ પહેલાં જ સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનમાંથી બહાર લઇ જવામાં આવ્યા હતા. કોઇ જાણતું ન હતું કે મુસ્તફિજુર રહમાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)માટે પ્રથમ મેચ રમશે કે નહી, પરંતુ તેમણે ઘાયલ સિંહની માફક તોફાની વાપસી કરી.
Pomegranate Peel:કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા
સ્ટ્રેચરમાંથી ઉભા થઇને મેદાન પર તરખાટ મચાવ્યો
18 માર્ચે શ્રીલંકા સામે ચટગાંવમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં મુસ્તાફિઝુર રહેમાનને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની ઈનિંગની 48મી ઓવર ફેંકતી વખતે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનની હાલત ખરાબ થઈ ગઈ હતી. મુસ્તફિઝુર રહેમાનને તેના બોલિંગ આર્મમાં સમસ્યા અનુભવાઈ, ત્યારબાદ બોલર તેનું પેટ પકડીને જમીન પર બેસી ગયો. પછી બાંગ્લાદેશ ક્રિકેટની મેડિકલ ટીમ મુસ્તફિજુર રહમાનને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનમાંથી બહાર લઇ ગઇ. મુસ્તાફિજુર રહમાનના આઇપીએલમાં રમવા પર પણ સસ્પેંસ હતું, પરંતુ તેમણે સ્ટ્રેચર પરથી ઉભા થઇને IPL માં વાપસી કરી અને મેદાન પર આતંક મચાવ્યો હતો.
મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
ગુજરાતી જમાઈ! માધુરીડિમ્પલને તો કિસ સીનમાં તમ્મર લાવી દીધા, 3 હિરોઈનો સાથે હતું અફેર
ઘાયલ શેરે 4 દિવસમાં કરી તોફાની વાપસી
18 માર્ચના રોજ સ્ટ્રેચર પર સુવા માટે મજબૂર થનાર મુસ્તફિજુર રહમાને 4 દિવસની અંદર પોતાની વાપસીથી તહેલકો મચાવી દીધો. મુસ્તફિજુર રહમાને શુક્રવારે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ (RCB)ના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. મુસ્તફિજુર રહમાને શુક્રવારે ચેપોકની પિચ પર કહેર વર્તાવતાં 10 બોલમાં જ RCB ની 4 વિકેટ ઝડપી લીધી. મુસ્તફિજુર રહેમાને આ દરમિયાન ફાફ ડુ પ્લેસિસ (35), રજત પાટીદાર (0), વિરાટ કોહલી (21) અને કેમરન ગ્રીન (18) ને આઉટ કરી દીધા.
Scheme For Women: પરીણિત મહિલા માટે સરકારની છે આ સુપર્બ યોજના, ખાતામાં આવશે 6,000 રૂ