કોલકાતાઃ દુનિયાની સૌથી લોકપ્રીય ટી20 લીગ IPLમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની બોલબાલા જોવા મળી છે. હરાજીના પ્રથણ સેટમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સના નામે સૌથી બોલી લાગી હતી. ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચ પણ મોંઘા વેચાયા છે. કોલકાતા ખાતે ચાલી રહેલી આ હરાજીમાં 8 ફ્રેન્ચાઈઝી ટીમ 73 ખેલાડી પર બોલી લગાવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ 2020 માટે ચાલી રહેલી હરાજીમાં સૌથી પ્રથમ બોલી ક્રિસ લિન પર લાગી હતી. મુંબઈ ઈન્ડિયન્સે લિન પર રૂ.2 કરોડની બોલી લગાવી હતી. ત્યાર પછી ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન ઓએન મોર્ગનનો નંબર આવ્યો હતો. તેને કેકેઆરએ રૂ.5.25 કરોડમાં ખરીદ્યો હતો. ભારતનો રોબિન ઉથપ્પા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. રોયલ્સે તેને રૂ.2.6 કરોડમાં ખરીદ્યો હતો. 


IPL 2020 Auction : KKRએ પેટ કમિન્સને 15.50 કરોડમાં ખરીદ્યો, અત્યાર સુધીનો મોંઘો


પેટ કમિન્સ પર લાગી સૌથી મોટી બોલી
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓમાં પેટ કમિન્સ સૌથી મોંઘો વેચાયો છે. તેને કેકેઆરએ રૂ.15.50 કરોડમાં ખરીદ્યો છે. બીજો સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ રહ્યો છે. તેને કિંગ્સ ઈલેવન પંજાબે રૂ.10.75 કરોડમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ રૂ.4,40 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો છે. 



IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી, કીવી બોલરો પર લાગશે મોટો દાવ


દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરીસ પણ મોંઘો વેચાયો છે. તેમને બેંગલુરુની ટીમે RCBએ રૂ.10 કરોડમાં નાખ્યો છે. ઈંગ્લેન્ડના સેમ કરનને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ.5.50 કરોડમાં ખરીદ્યો છે. ઈંગ્લેન્ડના જ ક્રિસ વોક્સને રૂ.1.50 કરોડમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદાયો છે. ઈંગ્લેન્ડના જેસન રોયને દિલ્હી કેપિટલ્સે રૂત.1.50 કરોડ આપીને ખરીદ્યો છે. 


કઈ ટીમ પાસે કેટલા પૈસા અને કેટલા ખેલાડીનું સ્થાન....


ટીમ  પર્સ(રકમ રૂપિયામાં)  ખેલાડીની જગ્યા
 ચેન્નઈ સુપર કિંગ્સ  14.60 કરોડ     5 (2 વિદેશી ખેલાડી સાથે)  
 દિલ્હી કેપિટલ્સ  27.85 કરોડ.  11 (5 વિદેશી ખેલાડી સાથે)
 કિંગ્સ ઈલેવન પંજાબ  42.70 કરોડ   9  (4 વિદેશી ખેલાડી સાથે)
 કોલકાતા નાઈટ રાઈડર્સ       35.65 કરોડ  11 (4 વિદેશી ખેલાડી સાથે)
 મુંબઈ ઈન્ડિયન્સ  13.05 કરોડ   7 (2 વિદેશી ખેલાડી સાથે)
 રાજસ્થાન રોયલ્સ  28.90 કરોડ  11 (4 વિદેશી ખેલાડી સાથે)
 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ    27.90 કરોડ  12 (6 વિદેશી ખેલાડી સાથે)
 સનરાઈઝર્સ હૈદરાબાદ  17.00 કરોડ   7 (2 વિદેશી ખેલાડી સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....