IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી, કીવી બોલરો પર લાગશે મોટો દાવ
IPL Auction: આઇપીએલ 2020 (IPL 2020) માટે આજની હરાજીમાં (IPL Auction) 332 ખેલાડીઓ પૈકી 73 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી શકે છે. આ ખેલાડીઓમાં મેક્સવેલ (Glenn Maxwell) પર સૌથી મોટી બોલી લાગી શકે એમ છે. તો સાથોસાથ ન્યૂઝીલેન્ડના બોલરો ઉપર પણ મોટો દાવ લાગી શકે એમ છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાની સૌથી લોકપ્રિય ટી20 લીગ આઇપીએલ (IPL) ના આગામી સત્ર માટે ખેલાડીઓની 19 ડિસેમ્બર ગુરૂવારને આજે હરાજી (IPL Auction) થનાર છે. કોલકત્તામાં આ હરાજી બપોરે 3.30 કલાકે શરૂ થશે. આઇપીએલ 2020 (IPL 2020) ની આ હરાજીમાં 332 ખેલાડીઓના નામ બોલાશે. પરંતુ એમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લાગશે. હવે જોવાનું એ છે કે કયા ખેલાડી પર સૌથી મોટો દાવ લાગે છે. દિગ્ગજોનું માનીએ તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેક્સવેલ પર સૌથી મોટી બોલી લાગી શકે એમ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની આ હરાજીમાં આ વખતે 8 ફ્રેન્ચાઇઝી દાવ લગાવશે. આઠ ટીમો પાસે કુલ 73 જેટલા ખેલાડીઓ માટે જગ્યા ખાલી છે. આ ખેલાડીઓને ખરીદવા માટે કુલ 207 કરોડ રૂપિયા છે. સૌથી વધુ 42.70 કરોડ રૂપિયા કિંગ્સ પંજાબ ઇલેવન પાસે છે. સૌથી ઓછા 13.05 કરોડ રૂપિયા મુંબઇ ઇન્ડિયન્સના ખાતામાં છે.
સૌથી મોટો દાવ કોના પર લાગશે? આ સવાલ પેચીદો બની રહ્યો છે. જેના જવાબમાં ઇયાન બિશપ (Ian Bishop) ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલનું નામ લઇ રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સ ટીવી ચેનલના એક પ્રોગ્રામમાં વેસ્ટ ઇન્ડિઝના બિશપ કહે છે કે, ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) મેચ વિનર છે. તે એક સિઝનમાં બે, ત્રણ કે ચાર મેચ તો એકલા હાથે જીતાડી શકવા માટે સક્ષમ છે. દરેક ટીમ આવો ખેલાડી ઇચ્છે છે.
ભારતીય પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર (Sanjay Manjrekar) પણ બિશપના આ મત સાથે સહમત છે. સંજય કહે છે કે, મેક્સવેલ અને મિચેલ મેક્લિંઘન (Mitchel McClenagham) ઉપર આ વખતે સૌથી મોટી બોલી લાગી શકે એમ છે. તે કહે છે કે આમાં કોઇ શક નથી. ઘણી ટીમો તો આ ખેલાડી મેક્સવેલ પર મોટા દાવ લગાવવા માટે તૈયાર છે. પરંતુ ન્યૂઝીલેન્ડના મૈક્લિંઘન પર રેસમાં છે. તેમણે મુંબઇ ઇન્ડિયન્સ માટે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરેલું છે. ભારતીય ખેલાડીઓમાં સૌથી ઉંચી બેઇઝ પ્રાઇસ રોબિન ઉથપ્પા (robin uthappa) ની 1.50 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે