ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી (IPL Auction) આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરી ગુરૂવારે ચેન્નઈમાં થવાની છે. તમામ ફ્રેન્ચાઇઝી હરાજી માટે તૈયાર છે. આ વર્ષે 61 જગ્યા માટે કુલ 292 ખેલાડીઓ હરાજી માટે મેદાનમાં છે. સૌથી વધુ બજેટ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે છે. આ વખતે કુલ 12 જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ સામેલ છે. તો દર વખતની જેમ આ વખતે પણ કેટલાક યુવા ખેલાડીઓ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. કોરોનાને કારણે આ વખતે મિની ઓક્શનનું આયોજન કરવામાં આલવ્યું છે. જાણો આઈપીએલ હરાજી સાથે જોડાયેલી તમામ માહિતી.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે આઈપીએલની હરાજીઃ આ કાર્યક્રમ બપોરે 3 વાગ્યે ચેન્નઇમાં શરૂ થશે. આ કાર્યક્રમને સ્ટાર સ્પોર્ટસ પર લાઇવ કરવામાં આવશે. આ મિની ઓક્શન છે. તો તમે આ કાર્યક્રમ ઓનલાઇન હોટસ્ટાર+ડિઝ્ની પર જોઈ શકશો. 


કેટલા ખેલાડીઓ ભાગ લેશેઃ  292 ખેલાડીઓ 61 ખાલી જગ્યાઓ માટે ભાગ લેશે. આઈપીએલ 2021ની હરાજી માટે કુલ 1114 ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ શોર્ટ લિસ્ટ કરીને 292 ખેલાડીઓને ફાઇનલ કર્યા છે. જેમાં કુલ 11 જેટલા ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ છે, જેમાં બે ભારતીય ખેલાડીઓ પણ છે. 


આઈપીએલ ફ્રેન્ચાઇઝના પર્સમાં કેટલા પૈસા છે? - ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની હરાજી પહેલા વિવિધ ફ્રેન્ચાઇઝીઝ દ્વારા જાહેર કરાયેલ ખેલાડીઓની સૂચિ નીચે મુજબ છે. ખેલાડીઓની રિલીઝ કરવાની સાથે હવે ટીમના પર્સમાં ઘણા પૈસા છે.


આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ થયું બહાર  


1. ચેન્નઈ સુપર કિંગ્સ
રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર


રિલીઝઃ પીયુષ ચાવલા, કેદાર જાધવ, મુરલી વિજય, હરભજન સિંહ, મોનુ કુમાર સિંહ, શેન વોટસન (નિવૃત)


ટીમ પાસે બચેલી રકમઃ 19.9 કરોડ


2. દિલ્હી કેપિટલ્સ
રિટેઇન ખેલાડીઃ શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે.


રિલીઝઃ મોહિત શર્મા, કીમો પોલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રોય, તુષાર દેશપાંડે. 


ટીમ પાસે બચેલી રકમઃ 13.4 કરોડ


આ પણ વાંચોઃ ICC Test Rankings: રોહિત શર્મા, રિષભ પંત અને અશ્વિનને થયો મોટો ફાયદો, રહાણેને નુકસાન


3. મુંબઈ ઈન્ડિયન્સ
રિટેઇનઃ રોહિત શર્મા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડો કોક, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોસિન ખાન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૌરભ તિવારી, જયંત યાદવ, અલમોનપ્રીત સિંહ.


રિલીઝઃ લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇટ, જેમ્સ પેટિન્સન, શેફરન રધરફોર્ડ, મિશેલ મેક્લેનઘન, પ્રિન્સ બલવંત રાય, દિગ્વિજય દેશમુખ. 


ટીમ પાસે બાકી રહેલી રકમઃ 15.35 કરોડ


4. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) 
રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ


રિલીઝઃ ટોમ બેનટન, ક્રિસ ગ્રીન, નિખીલ નાયક, એમ સિદ્ધાર્થ, હેરી ગર્ની.


ટીમ પાસે બાકી રહેલી રકમઃ 10.75 કરોડ


આ પણ વાંચોઃ Faf du Plessis એ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, South Africa ને મોટો ઝટકો


5. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) 
રિટેઇન કરાયેલા ખેલાડી
વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝમ્પા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપે
કેન રિચર્ડસન, પવન દેશપાંડે


રિલીઝ કરાયેલા ખેલાડી
મોઇન અલી, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન, આરોન ફિન્ચ, ક્રિસ મોરિસ, પવન નેગી, પાર્થિવ પટેલ (નિવૃત), ડેલ સ્ટેન (ગેરહાજર), ઉસુરુ ઉડાના, ઉમેશ યાદવ.


ટીમ પાસે બચેલી રકમઃ રૂ. 35.4 કરોડ રૂપિયા


6. રાજસ્થાન રોયલ્સ
રિટેઇન ખેલાડીઓઃ સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસ્વાલ, રોહિન ઉથપ્પા, મયંક માર્કેંડેય, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાયે, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મનન વોહરા. 


રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશ સિંહ, વરૂણ આરોન, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શશંકા સિંહ.


ટીમ પાસે બચેલી રકમઃ 37.85 કરોડ


7. કિંગ્સ ઇલેવન પંજાબ
રિટેઇન થયેલા ખેલાડીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસીમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઇશાન પોરેલ અને હરપ્રીત બરાર. 


રિલીઝ કરેલા ખેલાડીઃ ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, કે ગૌતમ, મુઝીબ ઉર રહમાન, કરૂણ નાયર અને જેમ્સ નીશમ.


ટીમ પાસે ખર્ચ કરવાની રકમઃ 53.2 કરોડ


આ પણ વાંચોઃ IPL 2021: આ છ ખેલાડીને લાગી શકે છે લોટરી, ગુરૂવારે આઈપીએલની હરાજી


8. સનરાઇઝર્સ હૈદરાબાદ
રિટેઇન ખેલાડીઓઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, અભિષેક શર્મા, બાસિલ થંપી, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કુલ, ખલીલ અહમદ, ટી નટરાજન, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ.


રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ બિલી સ્ટેનલેક, ફેબિયન એલેન, સંજય યાદવ, સંદીપ અને યારા પૃથ્વી રાજ. 


ટીમ પાસે બચેલી રકમઃ 10.75 કરોડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube