IPL 2021: આ છ ખેલાડીને લાગી શકે છે લોટરી, ગુરૂવારે આઈપીએલની હરાજી
નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) ના મિની ઓક્શનમાં હવે એક દિવસ બાકી છે. આઈપીએલમાં વિશ્વભરના સ્ટાર ખેલાડીઓની બોલી લગાડવામાં આવશે. આઈપીએલમાં ક્રિકેટ જગતના સિતારાઓ રમવા માટે તૈયાર રહે છે. તેની પાછળનું કારણ તેને મળનાર પૈસા અને એક અલગ ઓળખ છે. તેવામાં બધાની નજર તે ખેલાડીઓ પર ટકેલી છે જેના ઉપર આ વર્ષે મોટી બોલી લાગી શકે છે. જાણો આ છ સ્ટાર ખેલાડી જેના ઉપર કાલે પૈસાનો વરસાદ થઈ શકે છે.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) પાછલી સીઝનમાં પંજાબ તરફથી રમ્યો અને ફ્લોપ રહ્યો હતો. ત્યારબાદ પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયા તરફથી તેનું પ્રદર્શન સારૂ રહ્યુ છે. મેક્સવેલની ગણના પાવર હિટર ખેલાડીઓમાં થાય છે અને તેની બેટિંગ ક્ષમતા પર કોઈને શંકા નથી. આ સીઝનમાં પણ ટીમો મેક્સવેલને મોટી રકમ આપીને ખરીદી શકે છે.
એલેક્સ હેલ્સ
ટી20ના સૌથી નિષ્ણાંત બેટ્સમેનોમાંથી એક એલેક્સ હેલ્સ (Alex Hales) અત્યાર સુદી આઈપીએલમાં માત્ર છ મેચ રમ્યો છે. તે 2018માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો સભ્ય હતો. હાલમાં સમાપ્ત થયેલ બિગ બેશ (BBL) માં હેલ્સે સૌથી વધુ 543 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેલ્સે એક શાનદાર સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. આઈપીએલ 2021ના ઓક્શનમાં બધી ટીમો હેલ્સ પર મોટી બોલી લગાવવા તૈયાર હશે, કારણ કે આ ઇંગ્લિશ સ્ટાર એક મેચ વિનર છે.
ક્રિસ મોરિસ
દક્ષિણ આફ્રિકા (South Africa) ના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ (Chris Morris) આઈપીએલ 2020 (IPL 2020) માં આરસીબી (RCB)નો ભાગ હતો અને હવે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. મોરિસ એક શાનદાર ઓલરાઉન્ડર છે. આ વર્ષે પણ ટીમ તેના પર મોટી બોલી લગાવી શકે છે.
હરભજન સિંહ
40 વર્ષીય હરભજન સિંહ (Harbhajan Singh) વર્ષ 2020માં અંતગ કારણોસર ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ તેને રિલીઝ કરી દીધો હતો. ભારતના સૌથી દિગ્ગજ સ્પિનરોમાંથી એક હરભજને અત્યાર સુધી આઈપીએલમાં 160 મેચ રમી છે, જેમાં તેણે 150 વિકેટ ઝડપી છે.
સ્ટીવ સ્મિથ
આઈપીએલ ઓક્શન 2021 (IPL Auction 2021) ના સમયે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ (Steve Smith) પર ઉંચી બોલી લાગી શકે છે. હાલમાં રાજસ્થાન રોયલ્સે તેને રિલીઝ કરી દીધો છે. આ સમયે સ્મિથ શાનદાર ફોર્મમાં છે અને આરસીબી જેવી ટીમોને આવા ખેલાડીની જરૂર છે. સ્મિથને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી વચ્ચે જંગ જોવા મળી શકે છે.
ડેવિડ મલાન
આ ચોંકાવનારી વાત છે કે વિશ્વના હાલના નંબર 1 ટી20 બેટ્સમેન ડેવિડ મલાન અત્યાર સુધી આઈપીએલમાં રમ્યો નથી. મલાન હાલના સમયમાં ક્રિકેટના નાના ફોર્મેટનો સૌથી શાનદાર ખેલાડી છે. 19 ટી20 મેચમાં મલાન (David Malan) ના નામે 53ની એવરેજથી 855 રન છે. આ વખતે તેને ખરીદવા માટે ટીમો વચ્ચે હોડ લાગી શકે છે.
Trending Photos