નવી દિલ્લીઃ દિલ્લી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી આઈપીએલ ના 14મી સિઝનમાં માત્ર બે જ મેચ રમી છે. જેમાંથી એકમાં જીત અને એકમાં હાર થઈ છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમે પણ આઈપીએલની આ સિઝનમાં 1 મેચમાં હાર તો એક મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્લી ચોથા અને પંજાબ 7માં નંબર પર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્લી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી આઈપીએલ ના 14મી સિઝનમાં માત્ર બે જ મેચ રમી છે. જેમાંથી એકમાં જીત અને એકમાં હાર થઈ છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમે પણ આઈપીએલની આ સિઝનમાં 1 મેચમાં હાર તો એક મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્લી ચોથા અને પંજાબ 7માં નંબર પર છે.


પંજાબ કિંગ્સ અને દિલ્લી કૈપિટલ વચ્ચે આઈપીએલ 2021ના 11મા મુકાબલામાં ઋષભ પંતની ટીમે 6 વિકેટથી આ મેચમાં બાજી મારી લીધી. જેને પગલે પંજાબ કિંગ્સ એટલેકે, કે.એલ.રાહુલને પોતાના બર્થ ડે પર પણ લગાતાર બીજી હારનો સામનો કરવાનો વારો આવશે. 


દિલ્લીને પંજાબ કિંગ્સે આપ્યો અધધ ટાર્ગેટઃ
પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરની મેચમાં 195 રન બનાવવા કોઈ મોટો વાત નથી. પંજાબની ટીમમાંથી કેપ્ટન કે.એલ.રાહુલ જેમનો જન્મ દિવસ હતો, ફેન્સને પણ આશા હતી કે આજે પંજાબ જીતશે. પંજાબ કિંગ્સની તરફથી કે.એલ. રાહુલના 61 અને મયંક અગ્રવાલ 69 રનની શાનદાર બેટીંગ કરી. આ બન્ને ખેલાડીઓ વચ્ચે 122 રનની પાર્ટનરશીપ થઈ હતી. જોકે, રાહુલને જીત સાથે બર્થ ડે સેલિબ્રેશનનો મોકો ન મળી શક્યો.