IPL 2019: ડેવિડ વોર્નરે પંજાબ સામે ફટકારી સતત સાતમી અડધી સદી, બનાવ્યો નવો રેકોર્ડ
પંજાબ વિરુદ્ધ વોર્નરે પોતાનો પાછલો રેકોર્ડ તોડ્યો હતો. તેણે વર્ષ 2017માં પંજાબ વિરુદ્ધ જ 45 બોલમાં અડધી સદી ફટકારી હતી જે તેની સૌથી ધીમી અડધી સદી હતી.
નવી દિલ્હીઃ હૈદરાબાદના તોફાની ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે પરંતુ જ્યારે આઈપીએલના 22માં મેચમાં પંજાબ વિરુદ્ધ મોહાલીમાં તેણે જે પ્રકારની ઈનિંગ રમી તેનાથી તમામ ચોંકી ગયા હતા. વોર્નર આ મેચમાં ઓપનિંગ કરવા આવ્યો અને અંત સુધી અણનમ રહ્યો હતો. પોતાની આ ઈનિંગ દરમિયાન વોર્નરે 62 બોલનો સામનો કરતા અણનમ 70 રન બનાવ્યા હતા. આ વચ્ચે તેણે 6 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. આ મેચમાં તેણે પોતાની અડધી સદી 49 બોલમાં પૂરી કરી અને આ તેના આઈપીએલ કરિયરની સૌથી ધીમી અડધી સદી છે.
પંજાબ વિરુદ્ધ વોર્નરે પોતાનો પાછલો રેકોર્ડ તોડ્યો હતો. તેણે વર્ષ 2017માં પંજાબ વિરુદ્ધ જ 45 બોલમાં અડધી સદી ફટકારી હતી જે તેની સૌથી ધીમી અડધી સદી હતી. આ વખતે તેણે 49 બોલમાં અડધી સદી ફટકારીને પોતાનો પાછલો રેકોર્ડ તોડ્યો હતો. ભલે તેણે પંજાબ વિરુદ્ધ ધીમી ઈનિંગ રમી હોય પરંતુ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જે આઈપીએલના ઈતિહાસમાં કોઈ ખેલાડીએ કર્યો નથી. હવે તે આઈપીએલનો પ્રથમ એવો ખેલાડી બની હયો છે જેણે બે ટીમો વિરુદ્ધ સતત સાત અડધી સદી ફટકારી છે.
આ ઓસ્ટ્રેલિયન સ્ટારે IPL ચુકવણી મામલામાં દાખલ કર્યો કેસ
ડેવિડ વોર્નરે પંજાબ સિવાય બેંગલોર વિરુદ્ધ પણ સતત સાત અડધી સદી ફટકારી છે. બેંગલોર વિરુદ્ધ 2014થી 2016 વચ્ચે તેણે સતત સાત અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે પંજાબ વિરુદ્ધ પણ સતત સાતમી અડધી સદી ફટકારી છે. મોહાલીમાં તેણે સતત ચોથી અડધી સદી ફટકારી છે. તેણે અહીં છેલ્લા ચાર મેચોમાં 70*, 51, 52 અને 58 રન ફટકાર્યા છે. વોર્નરે પંજાબ વિરુદ્ધ છેલ્લી સાત ઈનિંગમાં 58,81,59,52,70,51,70 રન ફટકાર્યા છે.
આવો એક નજર કરીએ તે ખેલાડીઓ પણ જેણે આઈપીએલમાં અત્યાર સુધી સૌથી વધુ સતત અડધી સદી ફટકારી છે-
-7 અડધી સદી- ડેવિડ વોર્નર વિરુદ્ધ બેંલગોર (2014-2016)
-7 અડધી સદી- ડેવિડ વોર્નર વિરુદ્ધ પંજાબ (2015-2019*)
-4 અડધી સદી- ક્રિસ ગેલ વિરુદ્ધ પંજાબ (2012-2013)
-4 અડધી સદી-જોસ બટલર વિરુદ્ધ પંજાબ (2017-2019*)
બેટ બનાવનાર કંપનીએ જણાવી 'માંકડિંગ'થી બચવાની ફની રીત, જુઓ વીડિયો
આ સિઝનમાં વોર્નર ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 6 મેચોમાં 87.25ની એવરેજથી 349 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 146.63ની રહી છે અને આ સિઝનમાં તે એક સદી અને 3 અડધી સદી ફટકારી ચુક્યો છે. તે 6 ઈનિંગમાં 2 વાર અણનમ રહ્યો છે.