IPL: ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી મિશેલ સ્ટાર્કે 'ન રમી શકતાં' વળતર માટે કર્યો 15 લાખ ડોલરનો દાવો

આઇપીએલ: કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે મેચ ન રમી શકનારા મિશેલ સ્ટાર્કે ચુકવણી મામલામાં પોતાના વીમાદાતા પાસેથી 15.3 લાખ ડોલર મેળવવા માટે કેસ દાખલ કર્યો છે. 
 

IPL: ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી મિશેલ સ્ટાર્કે 'ન રમી શકતાં' વળતર માટે કર્યો 15 લાખ ડોલરનો દાવો

મેલબોર્નઃ ગત વર્ષે ઈજાગ્રસ્ત હોવાને કારણે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) માટે મેચ ન રમનાર મિશેલ સ્ટાર્કે ચુકવણી મામલામાં પોતાના વીમાદાતા પાસેથી 15.3 લાખ ડોલર હાસિલ કરવા માટે કેસ દાખલ કર્યો છે. 

સિડની મોર્નિંગ હેરાલ્ડમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના ફાસ્ટ બોલર સ્ટાર્ક ઈજાને કારણે ગત વર્ષે કેકેઆર માટે એક પણ મેચ રમી શક્યો નહતો. તેણે વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટમાં પોતાના વીમાદાતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

સ્ટાર્કને કેકેઆરે લગભગ 18 લાખ ડોલર (9.4 કરોડ રૂપિયા)ની બોલી લગાવીને ટીમની સાથે જોડ્યો હચો. અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે સ્ટાર્કે ત્યારબાદ એક વીમો લીધો, જેમાં જો તે આઈપીએલ ન રમી શકવાની સ્થિતિમાં 15.3 લાખ ડોલર મળવાની જોગવાઇ હતી. સ્ટાર્કે આ વીમા માટે 97,920 ડોલરની રકમ આપી હતી. 

સ્ટાર્કે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી રમતા 27 મેચોમાં 20.38ની એવરેજથી કુલ 34 વિકેટ ઝડપી છે. તેણે આઈપીએલની 2014 અને 2015ની સિઝનમાં ભાગ લીધો હતો. તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 15 રન આપીને ચાર વિકેટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news