નવી દિલ્હીઃ IPL 2022 Mega Auction Date Announced: ક્રિકેટના દરેક ફેન્સ જેની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે આઈપીએલ 2022માં યોજાનાર મેગા ઓક્શનની જાહેરાત થઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઈપીએલની આગામી સીઝન માટે યોજાનાર મેગા ઓક્શનની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેગા ઓક્શનની તારીખ આવી સામે
બીસીસીઆઈ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં કરશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી છે. આ આઈપીએલની છેલ્લી મોટી હરાજી હોઈ શકે છે, કારણ કે મોટાભાગની મૂળ આઈપીએલ ટીમો હવે તેને બંધ કરવા ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ કર્યો કબજે  


બોર્ડના એક અધિકારીએ કહ્યું- કોરોના મહામારીને કારણે સ્થિતિ ખરાબ ન હોવાની દશામાં આઈપીએલની મેગા હરાજી ભારતમાં થશે. બે દિવસીય હરાજીનું આયોજન સાત અને આઠ ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં થશે. તેની તૈયારીઓ ચાલી રહી છે. એવા સમાચાર હતા કે હરાજી યૂએઈમાં થશે પરંતુ બીસીસીઆઈએ કહ્યું કે હાલ તેવી કોઈ યોજના નથી. 


ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધવાની દિશામાં વિદેશ યાત્રાને લઈને પ્રતિબંધ લાગી શકે છે, જેનાથી ભારતમાં હરાજીનું આયોજન કરવું સરળ રહેશે. આ વર્ષે આઈપીએલમાં 10 ટીમો હશે કારણ કે અમદાવાદ અને લખનઉની ટીમની એન્ટ્રી થઈ છે. બંને ટીમો પાસે ડ્રાફ્ટમાંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવા માટે ક્રિસમસ સુધીનો સમય છે, પરંતુ સીવીસીને હજુ સુધી મંજૂરી મળી નથી. 


આ પણ વાંચો- ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન બન્યો ટેસ્ટનો નંબર-1 બેટર, વિરાટ કોહલીને થયું નુકસાન  


મોટા ભાગની ટીમોનું માનવું છે કે દર ત્રણ વર્ષમાં હરાજી થવા પર ટીમનું સંયોજન બગડી શકે છે. દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદલે તો કહ્યુ હતુ કે ટીમ બનાવવામાં આટલી મહેનત કર્યા બાદ ખેલાડીઓને બહાર કરવા ખુબ મુશ્કેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube